Western Times News

Gujarati News

જનભાગીદારીથી થતાં કામો માટે કોર્પોરેશન પ્રજા પર બોજાે વધારશે

રોડ-રસ્તા, ગટર-પાણી અને લાઈટની સુવિધા માટે ઘરદીઠ રૂા.૧૮,૦૦૦ની જગ્યાએ રૂા.૩પ૦૦૦ કાઢવાના રહેશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મોટા મોટા ફંકશનો કે જાહેર કાર્યક્રમો પાછળ લાખ્ખો રૂંપિયાનંુ આંધણ કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનને જ્યારે પ્રજા માટે વિકાસના કામો પાછળ ખર્ચ કરવાની વાત આવે છે ત્યારે ખર્ચાની વાતો યાદ આવે છે. પ્રજાના પૈસે તાગડધિન્ના કરતા રાજકારણીઓ પોતાના ફાયદાની વાત આવે ત્યારે પક્ષાપક્ષીથી પર ઉઠીને કામકાજ કરતા હોય છે. કોરોનાના નામ પર વિકાસના કામો પર કાપ મુકવાની વાત ગળે ઉતરતી નથી. કોર્પોરેશન નાગરીકો પાસેથી ટેક્ષ લે છે તો પછી આ રકમ પ્રજાના વિકાસ પાછળ નહીં ખર્ચાય તો શેની પાછળ ખર્ચાશે.?? રાજય સરકાર વિકાસની માત્ર વાતો કરે છે.

પણ જ્યારે પ્રજાના કામોની વાત આવે તો કમ ખર્ચાઓ ઉપર કાપ મુકી દેવાય છે. વિકાસના કામો હેઠળ શહેરની સોસાયટીઓમાં જનભાગીદારી મારફતે થતાં રોડ, પાણી, ગટર, લાઈટ સહિતના કામોમાં પણ સરકારે કાપ મુકયો છે.

અત્યાર સુધી કુલ ખર્ચના ૭૦ ટકા રકમ મ્યુનિસિપલ કોર્પોરશન ચુકવતી હતી. પરંતુ તેમાં ઘટાડો કરાયો છે. અગાઉ સોસાયટીના પ્રત્યેક મકાનના રહીશને રૂા.૧૮,૦૦૦ કાઢવાના આવતા હતા. પરંતુ હવે રૂા.૩પ૦૦૦ જેટલી એટલે કે લગભગ ડબલ જેટલી રકમ ભરવી પડશે. જાે ૧૦૦ સભ્યોની સોસાયટી હોય તો મ્યુનિસિપલ કોર્પોેરેશન ૪ર લાખ આપતી હતી. પરંતુ તેમાં ધરખમ ઘટાડો કરાયો છે અને હવે રૂા.રપ લાખ જ આપશે. આમ, મેમ્બર દીઠ દરેક સભ્યએ રૂા.૩પ હજાર વધારે ચુકવવાના રહેશે. મતલબ એ થયો કે વિકાસના કામોનો બોજાે પ્રજાના માથે વધશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજય સરકાર તરફથી એક પરિપત્ર બહાર પડાયો છે તે મુજબ સોસાયટીઓમાં જનભાગીદારીની યોજના અન્વયે જે કામો થતા હતા તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ભાગીદારીની ટકાવારીમાં ફેરફાર કરાયો છે. રાજ્ય સરકારની સહાયની ગ્રાંટ ૭૦ ટકા હતાી તેને બદલે ઘરદીઠ રૂા રપ હજાર આપશે. નોંધનીય છે કે ૧૦૦ સભ્યોના ફલેટની એક સોસાયટીમાં આરસીસી રોડ જનભાગીદારીથી બનાવવા અંદાજે રૂા.૬૦ લાખનો ખર્ચ થાય તો ૭૦ ટકા લેખે મ્યુનિસિપલ કોર્પોરેશન રકમ ચુકવે તો સોસાયટીના રહીશોએ રૂા.૧૮ લાખ કાઢવાના આવતા હતા.

આમ, સોસાયટીના રહીશોએ રૂા.૧૮ હજાર ભરવાના થતા હતા. નવી યોજના અંર્તગર્ત મ્યુનિસિપલ ૧૦૦ ફલેટ હેઠળ રૂા.રપ લાખ જ ચુકવશે જ્યારે બાકીના ૩પ લાખ સોસાયટીના ઘરદીઠ ૧૦૦ મેમ્બરો થાય તેમણે કાઢવાના રહેશે આથી પ્રત્યેક ઘરદીઠ રૂા.૩પ હજાર જેટલી રકમ કાઢવી પડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ સ્વપ્ન વિકાસનુ છે. ગુજરાતમાં પણ અત્યાર સુધી તેમના સપનાને સાકાર કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. પરંતુ સોસાયટી-ફલેટોમાં સામાન્ય્‌ પ્રજાની સુખાકારી માટે અત્યંત મહત્ત્વના રોડ-પાણી-ગટર લાઈટ સહિતના કામો માટે મોટાપાયે કાપ મુકવો પડી રહ્યો છે. આને કારણે શહેરના વિકાસને બ્રેક લાગી જશે. અને સોસાયટી-ફલેટોના રહીશો આ વાતનો સ્વીકાર કરશે કે કેમ? એ જાેવાનુ રહેશે. કોરોનાના કાળમાં સૌને આર્થિક ફટકો પડ્યો છે ત્યારે વધારાનો બોજાે પ્રજાને માથે ઢોળવાની નીતિ કેટલી વ્યાજબી છે??


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.