Western Times News

Gujarati News

બિહાર-આસામમાં પુરનુ તાંડવ જારી : મોતનો આંક ૧૫૦ને પાર

ગુવાહાટી-પટણા, લખનૌ : બિહાર અને આસામમાં પુર તાંડવ જારી છે.બિહાર અને ઉત્તરપૂર્વીય રાજ્ય આસામમાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. બંને રાજ્યોમાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૧.૧૫ કરોડથી ઉપર પહોંચી ચુકી છે. જ્યારે બંને રાજ્યોમાં મોતનો આંકડો વધીને ૧૫૦ ઉપર પહોંચી ગયો છે.

ઉત્તરપ્રદેશના મોતના આંકડાને ગણવામાં આવે તો આંકડો ૧૫૦થી પણ ખુબ ઉપર પહોંચી ગયો છે. તમામ પુરગ્રસ્ત રાજ્યોના વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. દરમિયાન દક્ષિણપશ્ચિમ મોનસુન વધુ આગળ વધીને હવે પશ્ચિમી રાજસ્થાન સુધી પહોંચી ગયુ છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સિવાય સમગ્ર ઉત્તર ભારતમાં વરસાદ થઇ રહ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં જ હાલત વધારે ગંભીર બની છે. બિહારમાં પુર અને વરસાદ સંબંધિત ઘટનામાં ૧૨ લોકોના મોત થયા છે આની સાથે જ રાજ્યમાં મોતનો આંકડો વધીને હવે ૯૩ ઉપર પહોંચી ગયો છે. આવી જ રીતે આસામમાં પુરના કારણે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૧ લોકોના મોત થતા મોતનો આંકડો વધીને ૪૭ ઉપર પહોંચી ગયો છે.

આસામ અને બિહારમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે જારી છે. હાલમાં સ્થિતિ સુધારો થવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. ઉત્તરપ્રદેસ અને મેઘાલયના પુરને આમાં જાડી દેવામાં આવે તો મોતનો આંકડો હજુ વધારે થઇ જાય છે. કારણકે ઉત્તરપ્રદેશમાં પણ પુરથી ૧૪ લોકોના મોત થયા છે. મેઘાલયમાં ૧૦ લોકોના મોત થયા છે. પુરની જટિલ સ્થિતિ વચ્ચે બિહારના મુખ્યપ્રધાન નિતિશ કુમારે રાજ્યમાં પુર પિડિતોની મદદ કરવાના હેતુથી અસરગ્રસ્ત પરિવાર માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમની જાહેરાત કરી છે.

જેના ભાગરૂપે દરેક પરિવારના બેંક ખાતામાં છ છ હજાર રૂપિયા જમા કરવામાં આવનાર છે. બિહારમાં ૬૭ લાખ અને આસામમાં ૪૯ લાખ લોકો પુરના સકંજામાં આવી ગયા છે.પટનાથી પ્રાપ્ત અહેવાલ મુજબ બિહારના ૧૨ જિલ્લાઓમાં પણ પુરની Âસ્થતિ ગંભીર બનેલી છે.નેપાળના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદની સીધી અસર બિહારમાં થઇ રહી છે.

અલબત્ત જળબંબાકાર થયેલા વિસ્તારોમાં પાણીની સપાટી ઘટી રહી છે. રોગચાળાને રોકવા માટેના પ્રયાસો હવે હાથ ધરવામાં આવી રહ્યા છે. ઉત્તરીય વિસ્તારોમાં નેપાળના વિસ્તારોમાં થઇ રહેલા ભારે વરસાદના કારણે પાણીની સપાટી વધી ગઈ છે. ૧૨ જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. રાજ્યના ૧૨ જિલ્લા શિવહર, સીતામઢી, પૂર્વીય ચંપારણ, મધુબની, અરેરિયા અને કિસનગંજના ક્ષેત્રમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. દરભંગા, વૈશાલી અને મુઝફ્ફરપુરમાં પણ નદીઓમાપુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે.


બિહારમાં મોતનો આંકડો વધીને ૯૩ ઉપર પહોંચી ગયો છે. રાજ્યમાં અસરગ્રસ્ત ૧૨ જિલ્લામાં ૬૭ લાખ લોકોને અસર થઇ છે. સિતામડીમાં સૌથી વધારે ૧૯ લોકોના મોત થયા છે. જ્યારે અરનિયામાં ૧૨ લોકોના મોત થયા છે. મધુબાનીમાં ૧૪ અને શિઓહારમાં નવ લોકોના મોત થયા છે. કિસનગંજમાં પાંચ લોકોના મોત થયા છે. ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ આસામમાં સ્થિતિ ગંભીર બનેલી છે.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અસરગ્રસ્ત તમામ લોકોને ૧૦૮૦ રાહત કેમ્પોમાં ખસેડવામાં આવ્યા છે. આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે વર્તમાન પુરની સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી છે. સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પગલા અંગે પણ વડાપ્રધાનને માહિતી આપી છે. હાલમાં એનડીઆરએફની ૧૫ ટીમો લાગેલી છે.

સ્થિતિમાં હાલમાં સુધારો થવાના સંકેત નથી. આસામ અને મેઘાલય સહિત પૂર્વોત્તરમાં પુરની સ્થિતિ ગંભીર બનેલી છે. એકલા આસામમાં પુરના કારણે ૪૯ લાખ લોકો વિસ્થાપિત થઇ ચુક્યા છે. જ્યારે મોતનો આંકડો વધીને ૪૭ ઉપર પહોંચી ગયો છે. મેંઘાલયમાં આઠ લોકોના મોત થયા છે. ઉત્તર બિહારની નદીઓમાં પણ પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી જતા અનેક નવા વિસ્તારો પણ સકંજામાં આવી ગયા છે. કોસી અને બાગમતિ નદીમાં બિહારમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર છે.

ગુવાહાટી અને અન્ય વિસ્તારોમાં બ્રહ્યપુત્ર અને તેની સહાયક નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર છે. ઉત્તરપ્રદેશ, બિહાર, મેઘાલય અને આસામમાં સ્થિતિ વણસી ચુકી છે.સૌથી વધુ બિહારમાં ૧૨ જિલ્લામાં પુરના લીધે ૯૩ લોકોના મોત થયા છે. જ્યારે અહીં કુલ ૬૭ લાખ  લોકોને અસર થઇ છે. આસામમાં ૩૧ જિલ્લાઓમાં પુરના લીધે ૪૭ લોકોના મોત થયા છે. યુપીમાં પુરથી અનેક જિલ્લાઓ સકંજામાં આવ્યા છે. યુપીમાં વરસાદ સંબંધિત બનાવોમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે.

યુપીમાં મોતનો આંકડો ૧૪ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પ્રકારની સહાય પુરગ્રસ્ત વિસ્તારોમાં કરવાની ખાતરી આસામના પ્રતિનિધીમંડળને આપી છે. આસામમાં સેનાને પણ બચાવ અને રાહત કામગીરામાં ઉતારી દેવામાં આવી છે. સેનાએ ૪૮૮ લોકોની જાન બચાવી લીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.