Western Times News

Gujarati News

અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતો અને લોકોમાં હર્ષોલ્લાસ

બંગાળની ખાડીમાં લો પ્રેશર સીસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ગઈકાલે બપોર બાદ મેઘમહેર થવા પામી હતી. સાર્વત્રિક મેઘમહેર થી ખેડૂતોએ ચોમાસુ ખેતી બચી જતા હાશકારો અનુભવ્યો હતો સતત ઝરમર અને ઝાપટા રૂપી વરસાદથી વાતાવરણમાં શીત લહેર પ્રસરી હતી ભિલોડા પંથકમાં કડાકા ભડાકા સાથે બીજા દિવસે પણ વરસાદ ખાબકતા વિવિધ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.ભિલોડા-ઇડર રોડ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર અટવાયો હતો ભિલોડાના ગંભીરપુરા ગામમાં ૧૨ વર્ષીય બાળક કાકોદરા તળાવમાં નાહવા જતાં ડૂબી જતા ભારે પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો

ભિલોડાના ગંભીરપુરા ગામે રહેતા હસનભાઈ ખેમાભાઈ હોથાનો ૧૨ વર્ષીય રોનક નામનો  પુત્ર ગામમાં આવેલ કાકોદરા તળાવની આજુબાજુમાં પશુઓ લઈ ચરાવવા ગયો હતો ભિલોડા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગના પગલે નદી,નાળા અને તળાવમાં નવાનીર આવ્યા હોવાથી કાકોદરા તળાવ પણ પાણીથી ભરાતા પશુઓ ચરાવવા ગયેલો રોનક કાકોદરા તળાવમાં નાહવા જતા પાણીમાં ડૂબી જતા મોત નિપજતા ભારે ચકચાર મચી હતી મૃતક પુત્રની લાશ જોઈ પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી ૧૨ વર્ષીય બાળક તળાવમાં ડૂબી જવાની ઘટનાના પગલે ભિલોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી   દિલીપ પુરોહિત.  બાયડ

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.