Western Times News

Gujarati News

શું લીમડાના પાનથી કોરોના વાયરસનો ખતરો ખતમ થશે?

નવી દિલ્હી, લીમડો ભલે સ્વાદમાં કડવો હોય પરંતુ તેનાથી થતાં ફાયદા અમૃતની જેવા હોય છે. હવે વૈજ્ઞાનિકો અને ડાૅક્ટરોની એક ટીમ એ વાત વિશે તપાસ કરી રહી છે કે શું લીમડાના પત્તા કોરોના વાયરસને અટકાવી શકે છે. ઓલ ઈન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદએ જાહેરાત કરી છે કે આ વાતને લઈ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે કે કોરોના સામે લડવામાં લીમડો કેટલો કારગર છે. તેના માટે એઆઈઆઈએએ નિસર્ગ હર્બ્‌સ નામની કંપની સાથે હાથ મેળવ્યા છે.

હરિયાણામાં ફરીદાબાદની ઈએસઆઈસી હાૅસ્પિટલમાં તેનો હ્યૂમન ટ્રાયલ હાથ ધરવામાં આવશે. એક્સપ્રેસ ફાર્મા મુજબ, એઆઈઆઈએના ડાયરેક્ટર ડાૅક્ટર તરુણ નેસારી અને ઈએસઆઈસી હાૅસ્પિટલના ડીન ડાૅક્ટર અસીમ સેનની દેખરેખમાં ૬ ડાૅક્ટરોની એક ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ ૨૫૦ લોકો પર પરીક્ષણ કરશે. તેમના ટ્રાયલનો મુખ્ય ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે લીમડાના તત્વ કોરોના વાયરસના સંક્રમણને રોકવામાં કેટલા કારગર છે. આ ટ્રાયલ હેઠળ લોકોને લીમડાની કેપ્સૂલ આપવામાં આવશે. આ ટ્રાયલ બે રીતે હાથ ધરવામાં આવશે. ૧૨૫ લોકોને નિસર્ગની કેપ્સૂલ આપવામાં આવશે.

જ્યારે બાકી બચેલા ૧૨૫ લોકોને લીમડાની સાધારણ કેપ્સૂલ આપવામાં આવશે. ત્યારબાદ આ તમામ લોકોને ૨૮ દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. આ ક્લીનિકલ ટ્રાયલ વિશે વાત કરશતાં નિસર્ગ બાયોટેકના સંસ્થાપક અને સીઇઓ ગિરીશ સોમને જણાવ્યું કે, નિસાર ભારતની સર્વશ્રેષ્ઠ આયુર્વેદ હાૅસ્પિટલ અને સંસ્થાનના સહયોગથી પોતાના ફંડની સાથે આ પરીક્ષણનું સંચાલન કરનારું પહેલું મેન્યુફેક્ચરર છે. અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનને આધુનિક રીતે આયુર્વેદ પર શોધ કરવા માટે ઓળખવામાં આવે છે. આપણો લીમડો એક પ્રભાવી એન્ટીવાયરલ સાબિત થશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.