Western Times News

Gujarati News

ડહેલી ગામના બસસ્ટેન્ડ નજીક ટીસી ઉપર લંગરીયા નાખતા વીજ કરંટ લાગતા પુત્ર અને સાવકા પિતાનું મોત

પોપડી ફળિયામાં રસ્તો ક્રોસ કરી વાયરો લંબાવતા તેમાંથી વાયર તૂટતા લાઈટ ડુલ થયેલ-લંગરીયાનો વાયર રીપેર કરવા જતા એલટી લાઈનનો કરંટ લાગતા પુત્રને બચાવવામાં પિતાને પણ કરંટ લાગ્યો.

(વિરલ રાણા દ્વારા): વાલિયા તાલુકાના પોપડી ફળીયામાં રહેતા સુમનબેન મંગલભાઈ વસાવા ઉ.વ.૪૬ વિધવાનો પુત્ર અને બીજો પતિ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા ત્યારે લંગરીયાનો ઈલેક્ટ્રિક વાયર તૂટીને ગુંદાના ઝાડ ઉપર લટકતો હતો.ઘરે લાઈટ નહિ હોવાથી રીપેર કરવા જતા પ્રથમ રાજુ મંગળ વસાવા ઉ.વ.૨૩ ને લાગ્યો હતો.તેને બચાવવા તેનો સાવકો પિતા અલ્કેશ કેસૂર વસાવા ઉ.વ.૩૭ જતા તેને પણ એલટી લાઈનો કરંટ લાગતા નીચે જમીનમાં ભીનું હોય તેમાં નજીક કોઈ અન્ય બચાવનાર ના હોય કરંટથી મૃત્યુ થયું હતું.જેની જાણ પરીવાર લોકોને થતા રોકકળ મચી ગઈ હતી.

આ અકસ્માત બનાવની વાલિયા પોલીસ અને ડિજીવીસીએલ વાલિયાની કચેરીને થતા સ્થળ પંચકયાસ કરી પોલીસે આ બન્ને મૃતકોની લાશને વાલિયા સીએચસીમાં રવાના કરાવી પીએમ માટેની આગળની કાર્યવાહી કરી હતી.ડહેલી ગામના પોપડી ફળિયામાં ગમગીની છવાઈ ગઈ હતી.સાવકા પિતા અને પુત્રનું અકાળે મૃત્યુ થયું હતું.

વાલિયા ડહેલી જ્યોતિગ્રામ ફીડરના બસ સ્ટેન્ડ પાછળના પોપડી ફળિયામાં ડીજીવીસીએલની કોઈ લાઈન જતી નથી.બિન અધિકૃત રીતે ટીસી ઉપરથી લંગરીયા નાખી ને લઈ ગયેલા હતા.
તેમાંથી રોડ ક્રોસ કરવામાં કોઈ વાયર તૂટી ગયેલ હતો.તે રીપેર કરતાં આ કરંટ લાગ્યો હતો . જે તે બનાવ બન્યો તેઓના ઘરે કોઈ વીજ જોડાણ પણ નથી.જેમાં વીજ કંપનીએ સ્થળ પર તપાસ કરી ઈલેક્ટ્રીક ઈન્સ્પેકટર બરોડા અને ભરૂચને જાણ કરેલ છે તેમ જે.એ.પટેલ. ડીઈ.ડિજીવીસીએલ વાલિયા એ જણાવ્યું હતું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.