Western Times News

Gujarati News

થરુરના અધ્યક્ષતાવાળી કમિટિની ફેસબુકને જવાબ આપવા નોટિસ

નવીદિલ્હી, ભાજપના કેટલાક નેતાઓ દ્વારા નફરત ફેલાવવાના પ્રયાસોને નજર અંદાજ કરવાના આરોપનો સામનો કરી રહેલા ફેસબુક ભારતના સીઈઓને કોંગ્રેસ સાંસદ શશી થરુરની અધ્યક્ષતાવાળી માહિતી પ્રસારણ મંત્રાલયની ટીમે બીજી સપ્ટેમ્બરે આ મુદ્દે જવાબ આપવા માટે નોટિસ પાઠવી છે. તેના એક દિવસ પહેલાં આ સમિતિ ઈન્ટરનેટ બંધ કરવા સંબંધી મુદ્દા અંગે પણ ચર્ચા કરશે. ફેસબુક ઉપરાંત આ સમિતિએ ઈલેકટ્રોનિક અને માહિતી મંત્રાલયના પ્રતિનિધિઓ સાથે બીજી સપ્ટેમ્બરે મુલાકાત ગોઠવી છે જેમાં આ સંબંધી અનેક ચર્ચાઓ કરાશે. આ બેઠકમાં નાગરિક અધિકારોની સુરક્ષા અને ઓનલાઈન સોશિયલ મીડિયા મંચના દુરુપયોગ પર રોક લગાવવા સંબંધી વિષય પર ચર્ચા કરવામાં આવશે જેમાં ડિજિટલ દુનિયામાં મહિલાઓની સુરક્ષાના મુદ્દા પર વિશેષ ભાર મૂકાશે. મજાની વાત એ છે કે શશી થરુરે જે મિનિટે આ બેઠક બોલાવી તે જ મિનિટે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને થરુરને તેમાંથી હટાવી લેવાની માગણી કરી છે.

બિરલાને લખેલા પત્રમાં નિયમોનો હવાલો આપીને દુબેએ કહ્યું કે, તેમણે થરુરના સ્થાને બીજા કોઈ સાંસદને નિયુક્ત કરવા જોઈએ. ભાજપ સાંસદનો આરોપ છે કે થરુર આ સમિતિના અધ્યક્ષ બન્યા ત્યારથી કામકાજ અનપ્રોફેશનલ ઢંગથી કરે છે અને અફવા ફેલાવીને રાજકીય માહોલ ખરાબ કરી રહ્યા છે. તેમણે આરોપ મૂક્યો કે થરુર ભાજપને બદનામ કરી રહ્યા છે. ૧૪મી ઓગસ્ટે અમેરિકાના વોલ સ્ટ્રીટ જર્નલમાં એક અહેવાલ છપાયો હતો જેમાં કહેવાયું હતું કે, બારતમાં ફેસબુકના સીઈઓ આંખી દાસે ભાજપના નેતા ટી રાજાસિંહ સામે ફેસબુક હેટ સ્પીચના નિયમો લાગુ કરવાનો ઈનકાર કરી દીધો હતો કેમકે, તેમને ડર હતો કે આમ કરવાથી તેમના ભાજપ સાથેના સંબંધો ખરાબ થઈ શકે છે. ટી રાજાસિંહ તેલંગણા વિધાનસભામાં ભાજપના એકમાત્ર ધારાસભ્ય છે અને ભડકાઉ નિવેદનો કરવા માટે બદનામ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.