Western Times News

Gujarati News

નાગિન-૫ શ્રેણીનો પ્રિમિયર એપિસોડ સૌથી વધુ જાેવાયો

મુંબઈ: એકતા કપૂરનો સુપરનેચરલ શો ‘નાગિન ૫‘ના પ્રીમિયર એપિસોડ ટેલિવિઝન પર સૌથી વધુ જોવાતા હિના ખાન ખુશ-ખુશ થઈ ગઈ હતી. એકતા કપૂરની ખાસ વિનંતી પર હિના ખાન આ શો કરવા માટે તૈયાર થઈ હતી અને આ બાદ શોને મળેલી જબરદસ્ત સફળતા બાદ તેને ફેન્સ, ફ્રેન્ડ્‌સ અને પરિવાર તરફથી સતત અભિનંદન અને શુભેચ્છા મળી રહી છે. દરેકનો આભાર માનવા માટે હિના ખાને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું હતું

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

જેમાં તેણે તેને સતત સપોર્ટ કરવા બદલ અને પ્રેમ વરસાવવા બદલ તમામનો આભાર માન્યો હતો. વીડિયોમાં હિના ખાન કહી રહી છે કે, ‘આપ તમામનો આભાર. આઈ લવ યુ. તમે લોકોએ મને ક્યારેય નિરાશ કરી નથી. બ્રિલિયન્ટ નાગિન લોન્ચ માટે આભાર. અમે ઘણા સારા નંબર અને રેટિંગ મળ્યા છે. મને તમને કહ્યું હતું તેમ હું માત્ર લોન્ચ માટે જ ત્યાં હતી’.

વધુમાં તેણે કહ્યું કે, ‘હું જે પણ પ્રોજેક્ટ કરુ છું, તેને તમે લોકો પ્રેમથી આવકારો છો. ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવવા પાછળનું માત્ર આ એક કારણ છે, કે તમારો આભાર માનવો હતો’. આ સિવાય હિના ખાને પોતાના પરિવાર અને ટીમ સાથે કેક પણ કટ કરી હતી. તેણે એકતા કપૂર, તમામ એક્ટર્સ તેમજ ક્રિએટિવ ટીમનો ‘નાગિન’ને સફળ બનાવવા બદલ આભાર માન્યો હતો. હિના ખાનના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલે પણ સોશિયલ મીડિયા પર તેના વખાણ કર્યા હતા. તેણે લખ્યું હતું કે, ‘તે ધૈર્યની છબી છે. કારણ કે તે જાદુમાં નહીં સખત મહેનત કરવામાં માને છે. હિના ખાને યૈ રિશ્તા ક્યા કહેલાતા હૈ અને કસૌટી જિંદગી કી ૨ જેવા ઘણા સફળ શો કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.