Western Times News

Gujarati News

શ્રીહરિકોટાથી ચંદ્રયાન-૨નું સફળતાપૂર્વક લોન્ચિંગ

ચંદ્રયાન-૨ આજે બપોરે ૨ઃ૪૩ વાગ્યે શ્રીહરિકોટા (આંધ્રપ્રદેશ)ના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કરવામાં આવ્યું. પ્રક્ષેપણ પછી રોકેટની સ્પીડ અને સ્થિતિ સામાન્ય છે. આ પહેલાં ઈસરોએ શનિવારે ચંદ્રયાન-૨નું લોન્ચ રિહર્સલ પૂર્ણ કર્યું હતું. ઈસરોએ ગુરૂવારે ટ્વીટ કર્યું હતું કે ચંદ્રયાન-૨નું લોન્ચિંગ ૧૫ જુલાઈની રાત્રે ૨ઃ૫૧ થવાનું હતું જે ટેકનિકલ ખરાબીને કારણે રદ કરાયું હતું. ઈસરોએ એક અઠવાડીયાની અંદર તમામ ટેકનિકલ ખામીઓને ઠીક કરી દીધી હતી.

ચંદ્રયાન લોન્ચિગ બાદ ઈસરોના ચેરમેને સમગ્ર ટીમને અભિનંદન અાપ્યા હતા તેમને જણાવ્યુ હતુ કે અા સમગ્ર મહત્વ પ્રોજેક્ટ પાર પાડવામા સમગ્ર ટીમનો મહત્વ પૂર્ણ ફાળો છ ચેરમેન  ખુશી વ્યક્ત કરી હતી જણાવ્યુ હતુ કે રોકેટની ગતિ સામાન્ય છે પૂર્વ અાયોજન મુજબ ચંદ્ર ગતિ કરી  રહ્યુ છે ચંદ્રયાદન 48 દિવસ પછી ચંદ્રની ધરતી ઉપર લેન્ડ થશે અને સમગ્ર હકીકત ઈસરોને મોકલશે

અાજે ચંદ્રયાદન 2ના પક્ષેપણ પહેલા તમામ લોકોમાં અકે જિજ્ઞાશા જોવા મળી હતી અને સફળ લોન્ચીગ કરાવમાં અાવ્યુ ત્યારે તમામ લોકોઅે ભારતની અા સિદ્દિને તાલીયોના ગટગટાડથી વધાવી દીધી હતીભારતીય અવકાશ સંસ્થા ઈસરોઅે ભારતના દરેક નગારીકો માથુ ઉચુ કરી દીધુ છે 17 મિનિટતે ચંદ્રયાન 2 પૃથ્વીથી 170 કિલોમીટર ઉચ્ચી કક્ષાઅે તરતુ થઈ ગયુ હતુ અા યાન 16 દિવસ સુધી પૃથ્વીની પદક્ષિણા કરશે અને તેનુ અંતર વધુ જશે પૃથ્વીના ગુરુત્વાકક્ષણી બહાર નીકળ્યા બાદ ચંદ્રતરફ અાગાળ વધશે  ચંદ્રની ભ્રમણ કક્ષાની પછી યાન 25 થી વધુ દિવસ સુધી તે કક્ષામાં ફરીયા કરશે અને ધીમે ધીમં ચેદ્રની નજીક પહોચતુ રહેશે ચંદ્રની નજીક પહોચ્યા બાદ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર અોરબીડરથી અલગ પડી જશે અને ત્યારબાદ ચંદ્ર ઉપર ઉતરાણ કરશે. અને ત્યારબાદ ચંદ્ર શરૃ થસે ચંદ્ર પરની શોધ.

 

 

ચંદ્રયાન-૨ પૃથ્વીનું એક ચક્કર ઓછું લગાવશેઃ લોન્ચિંગની તારીખ એક અઠવાડીયું આગળ વધાર્યું હોવા છતાં ચંદ્રયાન-૨ ચંદ્રની સપાટી પર નિર્ધારીત તારીખ ૭ સપ્ટેમ્બરે જ પહોંચશે. આ સમયે પહોંચવાનો હેતુ એ જ છે કે લેન્ડર અને રોવર નિર્ધારીત શિડ્યુલ મુજબ કામ કરી શકે. સમય બચાવવા માટે ચંદ્રયાન પૃથ્વીનું એક ચક્કર ઓછું લગાવશે. પહેલાં ૫ ચક્કર લગાવવાનું હતું, પણ હવે ૪ જ ચક્કર લગાવશે. તેનું લેન્ડિંગ એવી જગ્યાએ નક્કી છે જ્યાં સુરજનો પ્રકાશ વધુ છે. પ્રકાશ ૨૧ સપ્ટેમ્બર બાદ ઓછો થવાનું શરૂ થશે. લેન્ડર-રોવરને ૧૫ દિવસ કામ કરવાનું છે તેથી નિર્ધારીત સમયે પહોંચવું જરૂરી છે.

૧૫ જુલાઈની રાત્રે મિશનની શરૂઆતથી લગભગ ૫૬ મિનિટ પહેલાં ઈસરોને ટ્વીટ કરી લોન્ચિંગની તારીખ બદલવાની જાહેરાત કરી હતી. ઈસરોએ એસોસિએટ ડાયરેક્ટર (પબ્લિક રિલેશન) બીઆર ગુરુપ્રસાદે જણાવ્યું હતું કે લોન્ચિંગ પહેલાં લોન્ચિંગ વ્હીકલ સિસ્ટમમાં ખરાબી આવી હતી. આ કારણે ચંદ્રયાન-૨ની લોન્ચિંગ ટાળવામાં આવી. જે બાદ શનિવારે ઈસરોએ ટ્વીટ કર્યું કે જીએસએલવી એમકે ૩-એમ૧/ ચંદ્રયાન-૨નું લોન્ચ રિહર્સલ પૂર્ણ થઈ ગયું છે. જેનું પ્રદર્શન સામાન્ય છે.

ચંદ્રયાન-૨નું વજન ૩,૮૭૭ કિલોઃ ચંદ્રયાન-૨ને ભારતના સૌથી તાકાતવર ઞ્લ્ન્સ્-૩ રોકેટથી લોન્ચ કરાશે. આ રોકેટમાં ત્રણ મોડ્યુલ ઓર્બિટર, લેન્ડર(વિક્રમ) અને રોવર(પ્રજ્ઞાન) છે. આ મિશન અંતર્ગત ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લેન્ડરને ઉતારવામાં આવશે. આ વખતે ચંદ્રયાન-૨નું વજન ૩,૮૭૭ કિલો છે. આ ચંદ્રયાન-૧ મિશન (૧,૩૮૦ કિલો)થી લગભગ ત્રણ ગણું વધુ વજન ધરાવે છે. લેન્ડરની અંદર રહેલાં રોવરની સ્પીડ ૧ સેમી પ્રતિ સેકન્ડ રહેશે.

ચંદ્રયાન-૨નું લોન્ચિંગ પહેલી વખત ઓક્ટોબર ૨૦૧૮માં ટાળ્યું હતુંં ઈસરો ચંદ્રયાન-૨ને પહેલાં ઓક્ટોબર ૨૦૧૮માં લોન્ચ કરવાના હતા. બાદમાં આ તારીખમાં ફેરફાર કરીને ૩ જાન્યુઆરી અને જે બાદ ૩૧ જાન્યુઆરી કરવામાં આવી હતી. જો કે કોઈ કારણોસર આ તારીખમાં ફેરફાર થયા અને લોન્ચિંગ ૧૫ જુલાઈ સુધી ટાળી દીધું હતું. આ દરમિયાન ફેરફારને કારણે ચંદ્રયાન-૨નો ખર્ચ પણ પહેલાંથી વધી ગયો. એવામાં જીએસએલવી માર્ક ૩માં પણ કેટલાંક ફેરફારો થયા હતા.

ચંદ્રયાન ૨ મિશન શું છે? ચંદ્રયાન ૧થી કેટલું અલગ છે?  નવી તારીખ નક્કી થયા બાદ શ્રીહરિકોટાના સતીશ ધવન સેન્ટરમાં ચંદ્રયાન-૨ને ભારતના સૌથી તાકાતવર જીએસએલવી માર્ક-૩ રોકેટથી લોન્ચ કરાશે. ચંદ્રયાન-૨ હકિકતમાં ચંદ્રયાન-૧ મિશનનું જ નવું સંસ્કરણ છે. જેમાં ઓર્બિટર, લેન્ડર(વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) છે. ચંદ્રયાન-૧માં માત્ર ઓર્બિટર હતું, જે ચંદ્રમાની કક્ષામાં ફરતું હતું. ચંદ્રયાન-૨ની મદદથી ભારત પહેલી વખત ચંદ્રની સપાટી પર લેન્ડર ઉતારશે. આ લેન્ડિંગ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર થશે. જેની સાથે જ ભારત ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર યાન ઉતારનાર પહેલો દેશ બની જશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.