Western Times News

Gujarati News

શાકમાર્કેટોમાં કાયદાના લીરે લીરા

પ્રતિકાત્મક તસવીર

સોશિયલ ડીસ્ટન્સીંગ- માસ્ક વિના શાકભાજી ખરીદતા નાગરિકો

(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોના ગયો નથી પરંતુ જાણે કે લોકો એવુ સમજી રહયા છે કે કોરોના છે જ નહિ ?? પરિણામે એક એવો વર્ગ છે કે જે બિન્ધાસ્ત રીતે વર્તે છે અને માસ્ક પહેરતો નથી પરિણામે એવા લોકોમાંથી કોરોના પોઝીટીવ ધરાવતા નાગરિકો અન્યોને સંક્રમિત કરે છે ખાસ કરીને શાકમાર્કેટોમાં સરકારી ગાઈડ લાઈનનો અમલ થતો નથી. લોકો ખુલ્લેઆમ ફરી રહયા છે.

બેખોફ અને કાયદાની ઐસી તૈસી કરતા લોકોને હવે તો દંડનો પણ ડર નથી. શાકમાર્કેટમાં મહિલાઓ શાકભાજી ખરીદી કરવા જાય છે ત્યારે સોશિયલ ડીસ્ટન્સ જાળવતી નથી. એક જ લારી પર મહિલાઓ એકઠી થઈ જાય છે તેમાં પણ શોધી શોધીને શાકભાજી લેવામાં સમય જતો હોવા છતાં નાગરિકો સમજતા નથી. કોરોનામાં લોકડાઉનના સમયે કેમ શાકભાજી જાેયા વિના જ લેવામાં આવતુ હતુ. બીજી તરફ મોટા શાકમાર્કેટોમાં રીતસર લોકો માસ્ક કાઢી નાંખે છે. મોટાભાગના લોકો પોતાના મોંઢા પરથી માસ્ક કાઢીને લટકાવેલુ રાખે છે. ચાર રસ્તા આવે કે પોલીસને જાેવે કે પોલીસની ગાડીને જાેવે કે તુરંત જ માસ્ક પહેરી લે છે

તો શાકમાર્કેટમાં તો જાણે કે રૂ.૧૦૦૦ના દંડની પડી જ હોતી નથી. અસલાલી શાકમાર્કેટમાં આ પ્રકારના દ્રશ્યો જાેવા મળ્યા હતા તેવી જ રીતે શહેરમાં અલગ-અલગ સ્થળોએ શાકમાર્કેટોમાં જાે પોલીસ- કોર્પોરેશન તપાસ હાથ ધરે તો નિતિ- નિયમોનો ભંગ કરતા લોકો નજરે પડશે. જાેકે મોટી સંખ્યામાં એક વર્ગ એવો છે કે જે ચુસ્તપણે નિતિ-નિયમોનું પાલન કરે છે. શું નિયમોનું પાલન કરવુ તેમના એકલાના માથે છે. જે લોકો કાયદાનો ભંગ કરે છે તેઓ ખુલ્લેઆમ ફરે છે તેમને ઝડપીને દંડનાત્મક કાર્યવાહી કરાશે તોજ કાયદાનું ભાન આવા લોકોને થશે નહિ તો કોરોનાનું સંક્રમણ આગામી દિવસોમાં વધશે તે નિશ્ચિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.