Western Times News

Gujarati News

ભારત ૫૫,૦૦૦ કરોડની છ સબમરીન ખરીદવાની તૈયારીમાં

નવીદિલ્હી, ભારતીય નૌસેના માટે છ પારંપરિક સબમરીનના નિર્માણ માટે ૫૫,૦૦૦ કરોડ રૂપિયાની મહાત્વાકાંક્ષી પ્રોજેકટની પ્રપોઝલ પ્રક્રિયા ઓકટોબર સુધી શરૂ કરવાની છે ચીનની નેવીની વધતી તાકાતને ધ્યાને લઇ આ સબમરીન ભારતની વ્યુહાત્મક ક્ષમતાને વધારવામાં અગત્યની ભૂમિકા અદા કરશે સરકારી સુત્રોએ આ માહિતી આપી હતી.

વ્યૂહાત્મક ભાગીદારી મોડલ હેઠળ ભારતમાં આ સબમરીનનું નિર્માણ થશે તે મુજબ સ્થાનિક કંપનીઓને દેશમાં અત્યાધુનિક સૈન્ય ઉપકરણ નિર્માણ માટે વિદેશી રક્ષા કંપનીઓથી કરારની મંજુરી હશે અને આયાત પર નિર્ભરતા ધટશે સુત્રોએ કહ્યું કે પરિયોજનાના સંબંધમાં આરએફપી (અનુરોધ પ્રસ્તાવ) જાહેર કરવા માટે સબમરીનની વિશિષ્ટતા અને અન્ય જરૂરી માપદંડને લઇને રક્ષા મંત્રાલય અને ભારતીય નૌસેનાની અલગ અલગ ટીમો દ્વારા કામ પુરૂ થઇ ચુકયુ છે તેઓએ જણાવ્યું હતું કે ઓકટોબર સુધી આરએફપી જાહેર થશે.

રક્ષા મંત્રાલય પરિયોજના માટે બે ભારતીય શિપયાર્ડ અને પાંચ વિદેશી રક્ષા કંપનીઓના નામોની સંક્ષિપ્ત યાદી બનાવી ચુકયુ છે તેને મેક ઇન ઇન્ડિયા હેઠળ સૌથી મોટું ઉપક્રમ હોવાનું કહેવાય છે અંતિમ યાદીમાં સામેલ ભારતીય કંપનીઓમાં એલ એન્ડ ટી ગ્રુપ અને સરકારી મઝગાંવ ડોક લિમિટેડ (એમડીએલ) છે.જયારે પસંદગીની વિદેશી કંપનીઓમાં થાયસીનક્રુપ મરીન સિસ્ટમ (જર્મની),નવાનતિયા સ્પેન અને નેવલ ગ્રુપ ફ્રાન્સ સામેલ છે.

સુત્રોએ જણાવ્યું હતું કે શરૂઆતમાં રક્ષા મંત્રાલયે એમડીએલ અને એલ એન્ડ ટીમને આરએફપી જાહેર કરશે તથા બંન્ને કંપનીઓ દસ્તાવેજાે મળ્યા બાદ પોતાની વિસ્તૃત પ્રપોઝલ રજુ કરશે ત્યારબાદ એલ એન્ડ ટી અને એમડીએલને પાંચ પસંદગીની કંપનીમાંથી એક વિદેશી ભાગીદારની પસંદગી કરવાની રહેશે.

પાણીની અંદર પોતાની યુધ્ધ ક્ષમતા વધારવા માટે ભારતીય નૌસૈનાની પરમાણુ હુમલો કરવાની ક્ષમતાવાળી છ સબમરીન સહિત ૨૪ નવી સબમરીન ખરીદવાની યોજના છે નૌસેનાની પાસે હાલમાં ૧૫ પારંપરિક સબમરીન અને બે પરમાણુ સંપન્ન સબમરીન છે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી ઉપસ્થિતિને ધ્યાને લઇ નૌસેના પોતાની ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે વૈશ્વિક નૌસેના વિશ્લેષકો મુજબ ચીનની પાસે ૫૦થી વધુ સબમરીન અને લગભગ ૩૫૦ યુધ્ધજહાજ છે આગામી ૮-૧૦ વર્ષમાં આ બંન્નેની સંખ્યા ૫૦૦થી વધુ થઇ શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.