Western Times News

Gujarati News

છ વર્ષોમાં અસંગઠિત અર્થવ્યવસ્થા પર આક્રમણ કરાયું: રાહુલ ગાંધી

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મોદી સરકાર પર નિશાન સાધવામાં કોઇ તક છોડતા નથી તે ઘટતી અર્થવ્યવસ્થાને લઇ સતત મોદી સરકારની નીતિઓની ટીકા કરતા રહે છે આ કડીમાં આજે તેમણે દેશની અર્થ વ્યવસ્થાને લઇ એક વીડિયો શ્રેણી શરૂ કરી છે.

વીડિયો શેર કરતા ગાંધીએ લખ્યું જો આર્થિક ત્રાસદી દેશ સહન કરી રહ્યો છે તે દુર્ભાગ્યપૂર્ણ સચ્ચાઇની આજે પુષ્ટી થઇ જશે ભારતીય અર્થવ્યવસ્થા ૪૦ વર્ષોમાં પહેલીવાર ભારી મંદીમાં છે અસત્યાગ્રહી તેનો દોષ ઇશ્વરને આપી રહ્યાં છે સચ્ચાઇ જાણવા માટે મારી વીડિયો જાેવો.રાહુલે કહ્યું કે ભાજપની સરકારે અસંગઠિત અર્થવ્યવસ્થા પર આક્રમણ કર્યું છે અને તમને ગુલામ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

૨૦૦૮માં જબરજસ્ત આર્થિક તોફાન આવ્યું અને પુરી દુનિયામાં આવ્યું અમેરિકામાં, જાપાનમાં, યુરોપમાં, ચીનમાં બધી જગ્યાએ આવ્યું અમેરિકાની બેંક તુટી પડી એક પછી એક કંપનીઓની લાઇન લાગવા લાઇ કંપનીઓ બંધ થઇ ગઇ યુરોપની બેંકો તુટી ગઇ પરંતુ હિન્દુસ્તાનને કાંઇ થયું નહીં.

તેમણે આગળ કહ્યું કે ત્યારે યુપીએની સરકાર હતી વડાપ્રધાન પાસે ગયો અને તેમને કહ્યું મનમોહનજી બતાવો પુરી દુનિયામાં આર્થિક નુકસાન થયું છે હિન્દુસ્તાનને કોઇ નુકસાન થયું નથી કારણ શું છે. મનમોહનજીએ કહ્યું કે રાહુલ જાે હિન્દુસ્તાનની અર્થવ્યવસ્થાને સમજવા માંગતા હોય તો એ સમજવું પડશે કે હિન્દુસ્તાનમાં બે અર્થવ્યવસ્થા છે

પહેલી અસંગઠિત અને બીજી સંગઠિત અર્થવ્યવસ્થા છે. ભાજપ સરકાર પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે ગત છ વર્ષોથી ભાજપ સરકારે અસંગઠિત અર્થવ્યવસ્થા પર આક્રમણ કર્યું છે હું તમને તેના ત્રણ મોટા ઉદાહરણ હાલ આપી શકું છે

નોટબંધી,ખોટી જીએસટી અને લોકડાઉન આ ત્રણેયનું લક્ષ્ય આપણા અસંગઠિત ક્ષેત્રને ખતમ કરવાના છે આપણા ૪૦ કરોડ મજદુરો ઘોર ગરીબીના સંકટમાં ફસાઇ શકે છે ગત ચાર મહીનામાં લગભગ બે કરોડ લોકોએ નોકરી ગુમાવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.