Western Times News

Gujarati News

દિવાળી સુધી કોરોનાને નિયંત્રણમાં લાવવામાં સફળ થઇ જઇશું: આરોગ્યમંત્રી

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે દેશમાં કોરોના વેકસીન પર કામ ચાલી રહ્યું છે પરંતુ હજુ સુધી કેટલાક ફાઇનલ પરિણામ સામે આવ્યા નથી આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોૅ હર્ષવર્ધનએ આશા વ્યકત કરી છે કે દિવાળી સુધીમાં આપણે કોવિડ ૧૯ મહામારીને ઘણે અંશે નિયંત્રણમાં લાવવામાં સફળ થઇ જઇશું.

ડો.હર્ષવર્ધને કહ્યું કે આશા છેકે આગામી થોડા મહિનામાં સંભવત દિવાળી સુધી આપણે કોરોના વાયરસ સંક્રમણના પ્રસારને ઘણે અંશે નિયંત્રણ કરી લઇશું.

આરોગ્ય મંત્રીએ અનંતકુમાર ફાઉન્ડેશન દ્વારા આયોજીત સેમિનારમાં આ વાતો કરી હતી તેમણે કહ્યું કે ડોકટર દેવી પ્રસાદ શેટ્ટી અને ડો.સી એન મંજુનાથ જેવા નિષ્ણાંત આ વાત પર સંભવત સહમત હશે કે થોડા સમય બાદ કોરોના પણ ભૂતકાળમાં આવેલા અન્ય વાયરસની જેમ માત્ર સ્થાનિક સમસ્યા બનીને રહી જશે તેઓએ કહ્યું કે પરંતુ વાયરસે આપણને એક ખાસ પાઠ ભણાવ્યો છે

તેણે આપણને શીખવાડયુ ંછે કે હવે કંઇર નવું થશે જે સામાન્ય હશે અને આપણે સૌને પોતાની જીવનશૈલીને લઇને વધુ સાવધાન અને સજાગ રહેવું પડશે ડો હર્ષવર્ધને આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની વેકસીન વિકસિત કરી લેવાની આશા પણ વ્યકત કરી.

એ યાદ રહે કે ભારતમાં કોવિડ ૧૯ સંક્રમણને હરાવનારા લોકોની સંખ્યા ૨૭ લાખને પાર જતી રહી છે છેલ્લા ૨૪ કલાકમાં ૬૪,૯૩૫ લોકો કોરોનાથી ઠીક થયા છે કોરોનાના સક્રીય મામલાની સરખામણીમાં .૫૫ ગણા વધારે લોકો ઠીક થયા છે.દેશમાં કોરોનાનો રિકવરી દર ૭૬.૬૧ ટકા થઇ ગયો છે બીજી તરફ મૃત્યુ દર ૧.૭૯ ટકા જ રહી ગઇ છે એવું પણ સામે આવ્યું છે કે સારવાર કરી રહેલા દર્દીની સંખ્યા કુલ સંક્રમિતોની સંખ્યા માત્ર ૨૧.૬૦ ટકા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.