Western Times News

Gujarati News

સતત પાંચમા મહીને ઘટયું બુનિયાદી ઉદ્યોગોનું ઉત્પાદન

નવીદિલ્હી, આઠ બુનિયાદી ઉદ્યોગોના ઉત્પાદનમાં જુલાઇ મહીનામાં ૯.૬ ટકાનો ઘટાડો આવ્યો છે.આ સતત પાંચમા મહીના છે જયારે બુનિયાદી ઉદ્યોગોનું ઉત્પાદન ધટયું છે. મુખ્ય રીતે સ્ટીલ રિફાઇનરી ઉત્પાદન અને સીમેંટ ક્ષેત્રના ખરાબ પ્રદર્શનના કારણે બુનિયાદી ઉદ્યોગોનું ઉત્પાદન ઘટયુ છે. જુલાઇ ૨૦૧૯માં આઠ બુનિયાદી ઉદ્યોગોનું ઉત્પાદન ૨.૬ ટકા વધ્યું હતું વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જુલાઇમાં ખાતરને છોડી અન્ય સાતેય ક્ષેત્રો એટલે કે કોલસો,કાચુ તેલ પ્રાકૃતિક ગેસ રિફાઇનરી ઉત્પાદન સ્ટીલ સીમેંટ તથા વિજળી ક્ષેત્રના ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે. સમીક્ષાધીન મહીનામાં સ્ટીલ ઉત્પાદન ૧૬.૫ ટકા,રિફાઇનરી ઉત્પાદન ૧૩.૯ ટકા,સીમેંટનું ૧૩.૫ ટકા પ્રાકૃતિક ગેસનું ૧૦.૨ ટકા કોલસાનું ૫.૭ ટકા કાચા તેલનું ૪.૯ ટકા અને વિજળીનું ૨.૩ ટકા નીચે આવ્યો જયારે બીજા અને જુલાઇમાં ખાતરનું ઉત્પાદન ૬.૯ ટકા વધ્યુ જુલાઇ ૨૦૧૯માં ખાતર ઉત્પાદન ૧.૫ ટકા વધ્યુ હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.