Western Times News

Gujarati News

સમ્માનપૂર્વક ચુકાવીશ દંડ, જો સુપ્રીમનો કોઇ અન્ય નિર્ણય હશે તો જરૂર માનતો: ભૂષણ

નવીદિલ્હી, અવમાનના મામલામાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય સંભળાવ્યા બાદ વકીલ કાર્યકર્તા પ્રશાંત ભૂષણે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે હું પહેલા જ બોલતો હતો જે પણ સુપ્રીમ કોર્ટ મારી વિરૂધ્ધ નિર્ણય આપશે હું ખુશી ખુશી માની લઇશ હું સમ્માનપૂર્વક દંડ ચુકવીશ મારો જે અધિકાર છે હું કરૂશ જાે કોઇ અન્ય પણ નિર્ણય હોત તો હું જરૂર માનત. ૩૭ વર્ષથી સુપ્રીમ કોર્ટ માટે મારા હંમેશા રિસ્પેકટ રહી છે મારા ટ્‌વીટ કોઇ સુપ્રીમ કોર્ટ કે ન્યાયપાલિકાને ઇજા પહોંચાડવા માટે કરવામાં આવ્યા હતાં.  એ યાદ રહે કે સુપ્રીમ કોર્ટની અવમાનના મામલા પર નિર્ણય સંભળાવતા તેમના પર એક રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો નિર્ણય અનુસાર ૧૫ સપ્ટેમ્બર સુધી દંડ નહીં ભરવાની સ્થિતિમાં ત્રણ મહીનાની જેલ થઇ શકે છે અને ત્રણ વર્ષ માટે તેમને વકાલતમાંથી બરતરફ કરી દેવામાં આવી શકે છે.

એ યાદ રહે કે ૬૩ વર્ષીય પ્રશાંત ભૂષણે એ કહેતા પીછે હટવાની કે માફી માંગવાનો ઇન્કાર કરી દીધો હતો કે આ તેમનો અંતરાત્મા અને ન્યાયાલયની અવમાનના હશે તેમના વકીલે તર્ક આપ્યો કે અદાલતે પ્રશાંત ભૂષણની વધુ ટીકા સહન કરવી જાેઇએ કારણ કે અદાલતના ખભા પર આ બોજને ઉઠાવવા ખુબ છે.  એ યાદ રહે કે ૨૫ ઓગષ્ટે ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા,બી આર ગવઇ અને કૃષ્ણ મુરારીએ પ્રશાંતે માફી માંગવાનો ઇન્કાર કર્યા બાદ તેમની સજા પર આદેશ સુરક્ષિત રાખ્યો હતો. એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે પણ સજાની વિરૂધ્ધ તર્ક આપ્યો હતો એ જાેતા કે ન્યાયમૂર્તિ સ્વયંની રક્ષા કરવા કે સમજાવવા માટે પ્રેસની પાસે જઇ શકે નહીં અદાલતે પ્રશાંત ભૂષણની પ્રતિષ્ઠાનો હવાલો આપતા કહ્યું કે જાે તેમની જગ્યાએ કોઇ અન્ય હોત તો તેને નજરઅંદાજ કરવું સરળ હોત.

ન્યાયમૂર્તિ અરૂણ મિક્ષાની અધ્યતામાં જસ્ટિસ બી આર ગવઇ અને ન્યાયમૂર્તિ કૃષ્ણા મુરારીની બેંચે આ નિર્ણય લીધો અદાલતે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવી શકાય નહીં પરંતુ બીજાના અધિકારોનું પણ સમ્માન કરવાની આવશ્યકતા છે બેંચે કહ્યું કે ભૂષણ પોતાના નિવેદનને પબ્લિસિટી અપાવે ત્યારબાદ કોર્ટે આ મામલા પર સંજ્ઞાન લીધી ગત સુનાવણીમાં માફી માંગવા માટે કોર્ટે કહ્યું હતું પરંતુ તેમણે માફી માંગવાનો ઇન્કાર કરી દીધો અને સજા ભોગાવવા માટેની તૈયારી બતાવી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.