Western Times News

Gujarati News

ચુંટણી પહેલા શરદ યાદવ જદયુમાં પાછા ફરે તેવી સંભાવના

પટણા, બિહાર વિધાનસભા ચુંટણી પહેલા રાજનેતાઓના પક્ષ બદલાનો દૌર ચાલી રહ્યો છે પક્ષ બદલવામાં મોટા ભાગના રાજદ અને જદયુમાંથી છે. લાલુ પ્રસાદ યાદવના સંબંધી સહિત રાજદના અનેક ધારાસભ્ય જદયુમાં સામેલ થયા છે જયારે નીતીશકુમારમાં મંત્રી શ્યામ રજક રાજદમાં સામેલ થયા છે. આ દરમિયાન અહેવાલો છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવની જદયુમાં વાપસીની અટકળો છે સુત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે જદયુના અનેત નેતાઓની સાથે વરિષ્ઠ નેતા શરદ યાદવની મુલાકાત થઇ ચુકી છે.

સુત્રોનો કહેવુ છે કે શરદ યાદવના જદયુમાં પાછા ફરવાને લઇ પાર્ટી અધ્યક્ષ નીતીશકુમાર સાથે કોઇ ચર્ચા થઇ નથી આજ કારણે આ મુદ્દા પર હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી જદયુના સુત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી ફોરમમાં ચર્ચા થઇ રહી છે કે શરદ યાદવ પાર્ટીનો જુનો ચહેરો રહી ચુકયા છે જદયુને સ્થાપિત કરવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. જાે કે શરદ યાદવના નજીકના અજિત યાદવે જણાવ્યું હતું કે જે અટકળો લગાવવામાં આવી રહી છે તે નિરાધાર છે. હાલ શરદ યાદવ જદયુમાં જાય તેવી કોઇ વાત નથી તેમણે કહ્યું કે શરદ યાદવ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતાં તેમની દિલ્હીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન રાજદના નેતાઓએ તેમની મુલાકાત કરી હતી હવે તે ઠીક અનુભવી રહ્યાં છે અને પટણા પાછા આવ્યા છે અજિત યાદવે કહ્યું કે શરદ યાદવ આગામી એક બે દિવસોમાં પત્રકાર પરિષદ કરી આ તમામ વાતો સ્પષ્ટ કરશે.

૨૦૧૬માં રાજદ જેડીયુ ગઠબંધન તુટયા બાદ શરદ યાદવ મુખ્યમંત્રી અને પાર્ટી અધ્યક્ષ નીતીશકુમારના નિર્ણયથી નારાજ હતાં શરદ યાદવ ઇચ્છતા ન હતાં જદયુ બીજીવાર ભાજપની સાથે ગયા આજ વાતોને લઇ શરદ યાદવ જદયુથી અલગ થયા હતાં ત્યારબાદ તેમણે રાષ્ટ્રીય લોકતાંત્રિક જનતાદળની રચના કરી હતી આ પાર્ટીની ટિકિટ પર શરદ યાદવે ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં ભાગ્ય અજમાવ્યું હતું પરંતુ તેમને હાર મળી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.