Western Times News

Gujarati News

જમ્મુના રિયાસીમાંથી સરકારી કર્મચારી સહિત ત્રણ આતંકવાદીઓની ધરપકડ

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના રિયાસી જીલ્લામાં પોલીસના હાથે મોટી સફળતા લાગી છે રિયાસી પોલીસે એક ટેરર મોડયુલનો પર્દાફાશ કર્યો છે પોલીસે ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે. રિયાસી જીલ્લાના એસએસપી રશ્મિ વજીરે આ માહિતી આપતા કહ્યું કે આ ત્રણેય આઇએસઆઇ હૈંડલર મોહમ્મદ કાસિમના સંપર્કમાં હતાં ધરપકડ કરવામાં આવેલા ત્રણ આતંકીઓમાંથી એક સરકારી કર્મચારી છે.એક મજદુરી કરે છે તો એકની પોતાની દુકાન છે અમે તેમના બેંક એકાઉટ્‌સની તપાસ કરી અને તેમાં અનેક બેનામી ટ્રાંજેકશન મળ્યા છે.
તેમણે કહ્યું કે હજુ આ મામલામાં વધુ લોકોની ધરપકડ થનાર છે આ લોકો પૂર્વ આતંકીઓના પરિવારના સંપર્કમાં હતાં અને તેને લાલચ આપી પોતાની જાળમાં ફસાવવા ઇચ્છતા હતાં. રશ્મિએ કહ્યું કે આઇએસઆઇ હૈંડલર આ લોકોનો ઉપયોગ ગાઇડ તરીકે કરવા ઇચ્છતા હતાં જેથી ધુષણખોરીની દિશામાં આતંકીઓને જરૂરી સામગ્રી પહોંચાડી શકાય આ મામલામાં લગભગ ૧૧ શંકાસ્પદો છે તેમાંથી જમ્મુની એક મહિલા પણ સામેલ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.