Western Times News

Gujarati News

પૈંગેગ ઝીલ વિસ્તારમાં ભારતીય જવાનોએ ચીની સૈનિકોને ભગાડયા

નવીદિલ્હી, પૂર્વ લદ્દાખમાં સીમા વિવાદને લઇ એક વાર ફરી મોટા અહેવાલો આવી રહ્યાં છે પૂર્વ લદ્દાખ સેકટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે એકવાર ફરી સ્થિતિ બગડી છે આ સ્થિતિ ત્યારે બગડી જયારે ચીની સૈનિકોએ પૈંગાંગ ઝીલના દક્ષિણ કિનારા પર ભારતીય વિસ્તારમાં ધુષણખોરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારબાદ ભારતીય જવાનોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો.ભારતીય સેનાના જણાવ્યા અનુસાર ચીની સૈનિકોને પાછળ ધકેલી દેવામાં આવ્યા છે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ચીની સેનાએ અહીં એકવાર ફરી ઉશ્કેરવાની ગતિવિધી કરતા યથાસ્થિતિમાં પરિવર્તન કરવાનો પ્રયાસ કર્યો છે તેની આ કોશિશને ભારતીય સેનાએ નિષ્ફળ કરી દીધી છે.

સરકારે સોમવારે જારી એક યાદીમાં કહ્યું છે કે ચીની સેનાએ યથાસ્થિતિને બદલવા માટે સૈન્ય ગતિવિધિઓ કરી પરંતુ ભારતીય સેનાને તેમની આ ગતિવિધિનો અંદાજ લગાવાયો અને તેણે તેને નિષ્ફળ કરી દીધો રક્ષા મંત્રાલયના આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચીની સેના તરફથી ૨૯ અને ૩૦ ઓેગષ્ટની રાતે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહીમાં કોઇને ઇજા થઇ છે કે નહીં તેની માહિતી મળી શકી નથી. રક્ષા મંત્રાલયે આ નિવેદનમાં કહ્યું કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલ વિવાદને ઉકેલવા માટે સૈન્ય અને કુટનીતિક વાતચીતમાં થયેલ સમજૂતિનો ભંગ કર્યો છે. અને યથાસ્થિતિને બદલવાની પ્રયાસમાં ઉશ્કેરનારી સૈન્ય ગતિવિધિઓ કરી છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સેનાના જવાનોને પીએલએની ગતિવિધિઓને પૈંગાન્ગ ત્સો લેકના દક્ષિણ કિનારા પર યોજાનાર આ ગતિવિધિની માહિતી મળી અને તેમણે પોતાની સ્થિતિ મજબુત કરવા માટે જરૂરી પગલા ઉઠાવ્યા અને ચીની ઇરાદાને નિષ્ફળ કરી દીધા
પોતાના નિવેદનમાં રક્ષા મંત્રાલયે એ વાત પર ભાર મુકયો કે ભારતીય સેના વાતચીત દ્વારા સીમા પર શાંતિ બનાવી રાખવા માટે પ્રતિબધ્ધ છે પરંતુ તે પોતાની સીમાઓની અખંડતાને યથાવત રાખવા માટે પણ એટલી જ દ્‌ઢ છે સરકારે કહ્યું કે બંન્ને દેશોની સલેનાઓની વચ્ચે વિવાદને ઉકેલવા માટે ચુશુલમાં બ્રિગેડિયર કમાંડરના સ્તરની વાતચીત જારી છે.

એ યાદ રહે કે લદ્દાખના અનેક વિસ્તારોમાં બંન્ને દેશોની વચ્ચે સીમાને લઇ વિવાદ ચાલી રહ્યો છે આ વર્ષની શરૂઆતમાં ચીને અનેક જગ્યાઓ પરપોતાના કેમ્પ લગાવ્યા હતાં બંન્ને દેશો વચ્ચે મામલાને ઉકેલવા માટે પાંચ દૌરની વાતચીત પણ થઇ ચુકી છે પરંતુ મામલો પુરીરીતે ઉકેલાયો નથી અત્યાર સુધી ૫-૬વાર કોર કમાંડર સ્તર પર વાતચીતમાં બંન્ને દેશ પહેલા જેવી સ્થિતિને પાછા લાવવા પર રાજી તો થયા પરંતુ ચીન તરફથી જમીની સ્તર પર પોતાનું વચન નિભાવ્યું નહીં ઉલ્ટું તેણે સીમા પર પોતાની સૈનિકોની સંખ્યા વધારી એ યાદ રહે કે લદ્દાખના ગલવાન ધાટીમાં ૧૫ જુને બંન્ને દેશોની વચ્ચે થયેલ હિંસક ઝડપમાં ૨૦ સૈનિકોએ સરહદની સુરક્ષા કરતા જાન આપી દીધા હતાં જયારે ચીનના પણ ઝડપમાં ૪૫થી વધુ સૈનિકો માર્યા જવાન માર્યા ગયા હોવાના અહેવાલો હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.