Western Times News

Gujarati News

15 શહેરોમાં ‘SBI ગ્રીન મેરેથોન’ની ત્રીજી આવૃત્તિ લોંચ થશે

SBI_Green Marathon_ILU_04

  • SBI ગ્રૂપ અમદાવાદમાં 02 ફેબ્રુઆરી, 2020નાં રોજ ગ્રીન મેરેથોનનું આયોજન કરશે
  • SBI ગ્રીન મેરેથોન 6 મહિનામાં 15 શહેરોમાં યોજાશે
  • મેરેથોનની થીમ છે – ‘રન ફોર એ ગ્રીનર ફ્યુચર’
  • SBI ગ્રૂપ આ મેગા ઇવેન્ટમાં 1 લાખથી વધારે સહભાગીઓને લક્ષ્યાંક બનાવે છે
  • તમામ સહભાગીઓને સ્વચ્છ અને હરિયાળા શહેરને પ્રોત્સાહન આપવા ઓર્ગેનિક ટી-શર્ટની ભેટ આપવામાં આવશે

અમદાવાદ, SBI ગ્રીન મેરેથોનની પ્રથમ બે એડિશનને સફળતા મળ્યાં પછી દેશનાં સૌથી મોટાં નાણાકીય સેવા ગ્રૂપ SBI ગ્રૂપે એની ત્રીજી એડિશનની જાહેરાત કરી. ચાલુ નાણાકીય વર્ષમાં SBI ગ્રૂપ દેશભરમાં 15 શહેરોમાં આ મેગા ઇવેન્ટનું આયોજન કરશે, જેમાં હરિયાળા ભવિષ્ય માટેની કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવશે. એસબીઆઇ ગ્રુપ અમદાવાદમાં ફેબ્રુઆરી 02, 2020 ના રોજ 5 Km, 10 Km, 21 Km ના રનનું આયોજન કરી રહ્યું છે.ઝીરો વેસ્ટ ઇવેન્ટ બનનારી SBI ગ્રીન મેરેથોનની ત્રીજી એડિશનમાં 1 લાખ સહભાગીઓ સામેલ થશે, જેઓ સ્વચ્છ અને હરિયાળા સમાજનાં મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા માટે દોટ મૂકશે.

જ્યારે SBI જનરલ ઇન્સ્યોરન્સ SBI ગ્રીન મેરેથોન માટે હેલ્થ પાર્ટનર છે, ત્યારે SBI લાઇફ અને SBI મ્યુચ્યુઅલ ફંડ આ ઉદ્દેશ માટે મહત્ત્વપૂર્ણ પ્રદાન કરશે. 15 શહેરોમાં આ મેરેથોન ઇવેન્ટ લખનૌમાં 15 સપ્ટેમ્બર, 2019નાં રોજ શરૂ થશે અને ત્યારબાદ ગૌહાટી, મુંબઈ, બેંગાલુરુ, નવી દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, ભુવનેશ્વર, કોલકાતા, થિરુવનંતપુરમ, અમદાવાદ, ભોપાલ, પટણા, જયપુરમાં યોજાશે તેમજ 1 માર્ચ, 2020નાં રોજ ચંદીગઢનું અંતિમ ગ્રીન મેરેથોન યોજાશે. SBI ગ્રીન મેરેથોન માટે કેટેગરીમાં 5K, 10K અને 21K ની કેટેગરી સામેલ હશે.

SBIનાં DMD (HR) & CDO શ્રી આલોક કુમાર ચૌધરીએ કહ્યું હતું કે, પર્યાવરણનાં સંરક્ષણ અને સતત વિકાસ માટે વિશેષ કટિબદ્ધતા સાથે અમે SBI ગ્રીન મેરેથોનની ત્રીજી એડિશન સાથે વધુ એક સીમાચિહ્ન મેળવવા જઈ રહ્યાં છીએ એની ખુશી છે. અગાઉ બે વર્ષમાં આ ઇવેન્ટને સફળતા મળી છે અને અમે SBIમાં તમામ હિતધારકોનાં આભારી છીએ, જેમણે અગાઉની બે એડિશનને યાદગાર અને સફળ બનાવી છે. ફરી એક વાર અમે તમામને અમારી સાથે જોડાવા તથા સ્વચ્છ અને સ્વસ્થ ભવિષ્ય માટે એકસાથે આવવા અપીલ કરીએ છીએ.

આ મેરેથોનની થીમ રન ફોર ગ્રીનછે, જે દરેક સહભાગીને વિશ્વને હરિયાળું બનાવવા માટે પરિવર્તનનાં એજન્ટ ગણે છે. તમામ સહભાગીઓને સ્વસ્થ અને હરિયાળું શહેર બનાવવા માટે ઓર્ગેનિક ટી-શર્ટની ભેટ ધરવામાં આવશે. રનર્સનાં બિબ પણ બિયારણ ધરાવશે, જેનું વાવેતર મેરેથોન પછી કરી શકાશે. આ ઇવેન્ટને ઝીરો-વેસ્ટ બનાવવા માટે બેંક બાયો ડિગ્રેડેબલ અને રિસાઇકલેબલ સામગ્રીનો ઉપયોગ પણ કરશે. SBI ગ્રીન મેરેથોનની થર્ડ એડિશનમાં રનિંગ કરવા ઇચ્છતાં લોકો bookmyshow.com અને youtoocanrun.com પર પોતાની નોંધણી કરાવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.