Western Times News

Gujarati News

રેલ્વે વિભાગ દ્વારા ૩જી સપ્ટેમ્બરના રોજ સમારકામ માટે બંધ કરાયુ

ભરૂચના કસક ગરનાળામાં લાગેલી લોખંડની એંગલ સાથે દૂધનો ટેમ્પો અથડાતા ટ્રાફિકજામ- ફાયરની ટીમ દ્વારા તૂટેલી એંગલને જેસીબીની મદદથી હટાવી: સદ્દનસીબે કોઈ જાનહાની નહિ.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચના પ્રવેશદ્વાર સમાન ગણાતા કસક ગરનાળા ઉપર સિનિયર ડિવિઝનલ એન્જીનીયર વેસ્ટર્ન રેલ્વે વડોદરાની રજૂઆત મુજબ કસક રેલ્વે ક્રોસિંગબ્રિજના સમારકામ ૩જી સપ્ટેમ્બરના રોજ એક દિવસ માટે કસક ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યું છે.ત્યારે રેલ્વે વિભાગ દ્વારા સમારકામ માટે બંધ કરાઈ તે પહેલા જ દૂધનો ટેમ્પો કસક ગરનાળા માંથી પસાર થતી વેળા લોખંડની એંગલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેની જાણ રેલ્વે વિભાગ  સહીત પાલિકાની ફાયર ટીમને થતા દોડતી થઈ હતી.

ભરૂચના કસક ગરનાળા ઉપર આવેલા રેલ્વે ક્રોસિંગબ્રિજના સમારકામ માટે સિનિયર ડિવિઝનલ એન્જીનીયર વેસ્ટર્ન રેલ્વે વડોદરાની રજૂઆત થતા તેના સમારકામ માટે ૩જી સપ્ટેમ્બરના રોજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે તેવી એક અખબારી યાદી પ્રસિદ્ધ કરી હતી.પરંતુ ૨જી સપ્ટેમ્બરના રોજ  સવારના સમયે કસક ગરનાળા માંથી પસાર થઈ રહેલો દૂધનો ટેમ્પો લોખંડની એંગલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
જેના પગલે લોખંડની એંગલ તૂટી નીચે પડી હતી.અકસ્માતની જાણ રેલ્વે તંત્ર અને ભરૂચ નગર પાલિકાના ફાયર ફાયટરને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

જોકે લોખંડની એંગલ નીચે પાડતા તેને સાઈડ પર ખસેડવાની કામગીરી કરવામાં આવતા થોડા સમય માટે ટ્રાફિકજામ ની સ્થિતિ સર્જાઈ હતી.ફાયર ફાયટર ની ટીમ દ્વારા નીચે પડેલી લોખંડની એંગલને જેસીબીની મદદ થી રોડની સાઈડ પર કરવામાં આવી હતી.જોકે સદ્દનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

રેલ્વે વિભાગ દ્વારા સમારકામ માટે એક દિવસ ગરનાળું બંધ રાખવામાં આવતા વાહનવ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા ના ભાગરૂપે પાંચબત્તી સર્કલ થી શક્તિનાથ સર્કલ થઈ ભૃગુઋષિ ઓવરબ્રીજ શીતલ સર્કલ તથા એ.બી.સી સર્કલ તરફ,રેલ્વે સ્ટેશન સર્કલ થી કસક તથા ઝાડેશ્વર જવા માટે ભૃગુઋષિ બ્રિજ થઈ કોલેજ રોડ થઈ કસક થઈ ઝાડેશ્વર તરફ,કસક સર્કલ થઈ શીતલ સર્કલ થી કોલેજ રોડ થઈ ભૃગુઋષિ બ્રિજ થી પોલીટેકનીક સ્કુલ થી સ્ટેશન સર્કલ તરફ ડાયવર્ઝન રૂટ આપવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.