Western Times News

Gujarati News

મોડાસા નગરપાલિકાની  ડમ્પિંગ સાઈટ પર મૃત પશુઓ ઠલવાતા હોવાનો વિડીયો વાયરલ

પ્રતિનિધિ દ્વારા,  ભિલોડામોડાસા નગરપાલિકા હદ વિસ્તારમાં કાર્યરત ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરી આ ઘન કચરાનો નીકાલ મદાપુર માર્ગે આવેલા ડમ્પીંગ સાઈટે કરવામાં આવી રહયો છે આ ડમ્પીંગ સાઈટ પર મૃત પશુઓના કોહવાઈ ગયેલા મૃતદેહ પણ નાખવામાં આવતા હોવાની અનેક બૂમો ઉઠી રહી છે

ત્યારે ડમ્પીંગ સાઈટ પર મૃત પશુઓના મૃતદેહનો નિકાલ કરવામાં આવતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી છે અસહ્ય ગંદકીથી ઉભરાતા અને દુર્ગધ ભર્યા આ કમ્પોસ્ટ સાઈટથી નજીકમાં આવેલ જીલ્લા કોર્ટ અને સરકારી કચેરીઓમાં મુલાકાત લેતા અરજદારો અને કર્મચારીઓ તોબા પોકારી ઉઠ્યા છે

સમગ્ર વિશ્વ કોરોનાકાળ થી પીડાઈ રહ્યોંછે.અનેક લોકો કોરોનાથી મોતને ભેટયા છે ,સ્વચ્છતા અંતર્ગત દેશમાં વડા પ્રધાન દ્વારા અભિયાન ચલાવવામાં આવે છે પરંતુ મોડાસા નગરપાલિકા દ્વારા તેનો અમલ કરવામાં આંખ આડા કાન રાખતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે,એવા સંજોગોમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનો એક વીવિડીયો વાઇરલ થતા પાલિકા સામે અનેક સવાલો ઉભા થયા છે,ગુજરાત સરકારે 50 કરોડના ખર્ચે મોડાસા જિલ્લા સેવા સદન સામે નવીન કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે.

છેલ્લા એક વર્ષ અગાઉ થી જિલ્લા ન્યાયાલય ની 100 મીટરના અંતરે બિન અધિકૃત રીતે નગર પાલિકા  ઘન કચરો ઠાલવી રહ્યું છે પરંતુ હાલના સંજોગોમાં સરકારી તંત્રની કચેરીઓ કાર્યરત થતા અનેક અરજદારો દુર્ગન્ધ નો સામનો કરી રહ્યા છે,ત્યારે ઘનકચરો ઠાલવવાની જગ્યા એ મૃત પશુ પણ ઠાલવતા હોવાનો વિડીયો સામે આવતા સિનિયર વકીલોમાં રોષ જોવા મળ્યો હતો,

વકીલો અને ન્યાય તંત્ર ના અધિકારીઓ દ્વારા કલેક્ટરને ડંપિંગ સાઇટ હટાવવા રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહિ થઈ હોવાના હાલ આક્ષેપો થઈ રહ્યા છે,પબ્લિક ન્યુશન્સ રોકવા મોડાસા કોર્ટમાં આ મામલે દાવો પણ કરવામાં આવ્યો છે,જે ડિસ્ટિક કોર્ટે પણ હુકમને માન્ય રાખવાનો હુકમ કરેલો હોવાનું સિનિયર વકીલ હીરાભાઈ પટેલે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.