Western Times News

Gujarati News

રૈના બાદ હવે હરભજનસિંહ પણ આઈપીએલ રમશે નહીં

નવી દિલ્હી, સુરેશ રૈના બાદ હવે ચેન્નાઇ સુપર કિંગ્સના દિગ્ગજ બોલર હરભજનસિંહ પણ આઈપીએલની ૧૩મી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. હરભજનસિંહ વ્યક્તિગત કારણ આપીને આઈપીએલ સિઝનમાંથી બહાર થઈ ગયો છે. નોંધનીય છે કે હરભજનસિંહ સીએસકે ટીમ સાથે  ગયો ન હતો. આ પહેલા સુરૈશ રૈના પણ સીએસકેમાંથી વ્યક્તિગત કારણ આગળ ધરીને સિઝનમાંથી બહાર થઈ ગયો હતો. યૂએઈ માટે રવાના થયા પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ માટે ચેપુકમાં પાંચ દિવસની પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું હતું. હરભજનસિંહ અને રવિન્દ્રસિંહ જાડેજા તાલિમમાં હાજર રહ્યા ન હતા. જાડેજા ટીમ સાથે યૂએઈ પહોંચી ગયો હતો પરંતુ હરભજન ભારતમાં જ રહ્યો હતો. હરભજને વ્યક્તિગત કારણોનો હવાલો આપીને આઈપીએલ નહીં રમવાનો ર્નિણય કર્યો છે.

રૈના અને હરભજન બંને ટીમમાં ન રહેતા સીએસકેની મુશ્કેલીમાં ચોક્કસ વધારો થશે. સુરેશ રૈના ટીમના નંબર ત્રણનો બેટ્‌સમેન રહ્યો છે તેમજ મિસ્ટર આઈપીએલ કહેવાતો હતો. જ્યારે હરભજન ટીમનો સ્ટાર બોલર છે. ગત સિઝનમાં હરભજને ૧૬ વિકેટ ઝડપી હતી અને પર્પલ કેપની રેસમાં સામેલ હતો. આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધારે વિકેટ ઝડપવાની રેસમાં ભજ્જી ત્રીજા નંબર પર છે. આ વખતની આઈપીએલ ેંછઈમાં ત્રણ અલગ અલગ જગ્યા પર ખાલી સ્ટેડિયમમાં યોજાશે. ૧૯ સપ્ટેમમ્બરથી ૧૦ નવેમ્બર સુધી યોજાનાર ટી-૨૦ લીગમાં કોરોના સંક્રમણથી બચવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. આઈપીએલ માટે તમામ ટીમ યૂએઈ પહોંચી ગઈ છે. ભારે સુરક્ષા વચ્ચે અલગ અલગ જગ્યા પર ટીમ પ્રેક્ટિસ પણ કરી રહી છે. જોકે, ચેન્નાઈ સુપર કિંગ્સને આ માટે પરવાનગી નથી મળી. ટીમના ૧૩ સભ્ય કોરોના પોઝિટિવ આવતા આખી ટીમને ક્વૉરન્ટીન કરી દેવામાં આવી છે.SSS

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.