Western Times News

Gujarati News

પતિ ૧૧૭૬ કિમી સ્કૂટી ઉપર પત્નીને પરીક્ષા માટે લઈ ગયો

ગ્વાલિયર, ઝારખંડના એક પતિએ પોતાની ગર્ભવતી પત્નીને પરીક્ષા અપાવવા માટે ૧૧૭૬ કિલોમીટરની મુસાફરી સ્કૂટી પર કરાવીને મધ્યપ્રદેશ પહોંચાડી છે. સ્કૂટીથી ૧૧૭૬ની મુસાફરી કરનાર આ યુગલ ઝારખંડના ગોડ્ડા જિલ્લાના ટોલા ગામનું રહેવાસી છે. ૩૦મી ઓગસ્ટે પતિ ધનંજયકુમાર પોતાની ગર્ભવતી પત્ની સોની હેમ્બરમની સાથે મધ્યપ્રદેશના ગ્વાલિયરની પદ્મા કન્યા વિદ્યાલય પહોંચ્યા હતા. અહીં સોની હેમ્બરમનિ ડિલેડ(ડિ.ઈએલ.ઈએડ) દ્વિતીય વર્ષની પરીક્ષા યોજાવાની હતી. ગોડ્ડાથી ગ્વાલિયરનું અંતર ૧૧૭૬ કિલોમીટર છે. આ સફર માટે સ્કૂલથી પૂર્ણ કરવા માટે ધનંજય કુમાર અને સોની હેમ્બરમને ઝારખંડની સાથે સાથે બિહાર અને ઉત્તરપ્રદેશ રાજ્યમાંથી પસાર થવુ પડ્યું હતું.

વરસાદના મોસમના કારણે કયાંક રસ્તામાં પાણી ભરાયેલું હતું, તો કયાંક રોડ-રસ્તા પણ તૂટેલાં હતા. પર્વતીય ક્ષેત્રોમાંથી પણ પસાર થવું પડ્યું હતું. ધનંજય કુમારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે પત્ની પરીક્ષા ૧૧ સપ્ટેમ્બરે સમાપ્ત થશે. ત્યારબાદ પરત ગોડ્ડા સ્કૂટી પર જઈશું. આટલી લાંબી સફરના કારણે એ ૧૧ સપ્ટેમ્બર સુધી ગ્વાલિયર રહેશે. ટ્રેન કેન્સલ થવાના કારણે સ્કૂટી પર સફર કરવી પડી છે. આ ઘટના સ્થાનિક પત્રકારે વિડીયોમાં કંડારી લઈને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધી તે પછી ગ્વાલિયરના કલેક્ટર તે જોયું હતું. ધનંજયકુમારે કહ્યું હતું કે, તેમને ટેક્સીનું ભાડું પોસાય તેમ નહોતું એટલે તેમણે આ રીતે સાહસ કર્યું હતું અને તેમને અત્યાર સુધીમાં પાંચ હજાર રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે. કલેક્ટરે ધનંજયકુમારને પાંચ હજાર રૂપિયા અ રહેવાની વ્યવસ્થા કરી આપી છે. સ્થાનિક તંત્રએ ખાતરી આપી છે કે તેઓ ૧૧મી સપ્ટેમ્બરે જ્યારે સોનીની પરીક્ષા પતી જશે ત્યારે ઝારખંડ સુધી સુરક્ષિત પ્રવાસ કરી શકે તેવી વ્યવસ્થા કરશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.