Western Times News

Gujarati News

ગુજકેટની પરીક્ષાનું પરિણામ આખરે જાહેર કરવામાં આવ્યું

એ ગ્રુપમાં કુલ ૫૦ હજાર ૬૬૧એ પરીક્ષા આપી જ્યારે બી ગ્રુપમાં ૭૬ હજાર ૫૭૫ વિદ્યાથીઓ પરીક્ષા આપી

અમદાવાદ: આજે શનિવારે ઓનલાઈન ગુજકેટનું પરિણામ જાહેર થઇ ગયુ છે. વેબસાઈટ પર પરિણામ મુકવામાં આવ્યું છે. હાલ માર્કશીટનું વિતરણ કરવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે , ગત ૨૪ ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં કુલ ૧ લાખ ૨૭ હજાર ૬૦૦ વિદ્યાથીઓએ પરીક્ષા આપી હતી.

એ ગ્રુપમાં કુલ ૫૦ હજાર ૬૬૧ વિદ્યાથીઓ પરીક્ષા આપી હતી. જ્યારે, બી ગ્રુપમાં ૭૬ હજાર ૫૭૫ વિદ્યાથીઓ પરીક્ષા આપી હતી. તો એબી ગ્રુપમાં કુલ ૩૮૨ વિદ્યાથીઓએ પરીક્ષા આપી હતી. ૨૪થી ૨૭ ઓગસ્ટ સુધીમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨,૮૨,૯૬૧ વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. કોરોનાના કહેર વચ્ચે યોજાનારી આ માધ્યમિક શિક્ષણ બોર્ડની આ સૌથી મોટી પરીક્ષા બની રહી હતી. જે માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહિ.

પરંતુ શિક્ષણ બોર્ડ અને સરકાર માટે પડકારરૂપ હતી. ગુજકેટ અને જેઈઈની પરીક્ષાના પરિણામમાં વિલંબના કારણે એસીપીસી એ ડિગ્રી ઈજનેરી, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીની બેઠકો પરની પ્રવેશ માટે રજિસ્ટ્રેશનનો સમયગાળો વધારવામાં આવ્યો છે. પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ ૫ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે. ૫૫ સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશનમાં સુધારો અથવા રજિસ્ટ્રેશન દરમિયાન જાતિ, નોન ક્રિમિલેયર, આવકનું પ્રમાણપત્ર ન રજૂ કર્યું હોય તેવા ઉમેદવારો જરૂરી પ્રમાણપત્ર સબમિટ કરી કેટેગરીમાં સુધારો કરાવવા સહિતના ફેરબદલ કરી શકશે. જરૂરી તમામ ડોક્યુમેન્ટસ ૫મી સપ્ટેમ્બરના રોજ સાંજે ૫ વાગ્યા સુધીમાં ઈમેલથી મોકલવાના રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.