Western Times News

Gujarati News

સાઉથ આફ્રિકામાં ભરૂચના યુવક પર ફાયરિંગ કરી લૂંટનો કિસ્સો બહાર આવ્યો

ભરૂચનો યુવક શોપિંગ કરવા માટે ગયો હતો જ્યાં બે નીગ્રો યુવાનોએ ફાયરિંગ કરી લૂંટ ચલાવી હતી.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, દક્ષિણ આફ્રિકામાં મૂળ ભારતીયો પર અનેક વાર લૂંટ ચલાવવાના ઈરાદે હુમલાઓ થવાની ઘટનાઓ બને છે.જેમાં મૂળ ભરૂચ જીલ્લાના એક યુવાન ઉપર વેનડો શહેરમાં બે નીગ્રો યુવાનો એ ફાયરિંગ કરી લૂંટ ચલાવવાનો કિસ્સો બહાર આવ્યો છે.

ભરૂચ ના વોરા સમની ગામ નો અકરમ શેઠ નામનો યુવાન દક્ષિણ આફ્રિકાના વેન્ડા શહેર માં રહે છે.જ્યાં તે શોપિંગ કરવા માટે નીકળ્યો હતો.દરમ્યાન એક કાર માં ત્રણ નીગ્રો યુવાનોએ તેનો પીછો કર્યો હતો.એકરમ શેઠે શોપિંગ માટે કાર ઉભી રાખતા જ કાળી કાર માં પાછળ આવેલા ત્રણ માંથી બે નીગ્રો યુવાનો એ દોડી આવી અકરમ શેઠ પર ફાયરિંગ કરી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા ભરૂચ માં રહેતા અકરમ શેઠ ના પરિવારજનો ચિંતાતુર બન્યા છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મૂળ ભારત ના અને તેમાં પણ ગુજરાતના ભરૂચ જીલ્લા ના યુવાનો દક્ષિણ આફ્રિકા ના નીગ્રો લોકો ના હુમલાનો ભોગ બન્યા છે.ઘણા યુવાનો  મોત ને ઘાટ પણ ઉતર્યા છે.ભરૂચ ના લોકો એ આ અંગે સરકાર ને રજૂઆતો પણ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.