Western Times News

Gujarati News

રાજનાથસિંહ મોસ્કોથી અચાનક ઇરાન જવા રવાના થયા

તહેરાન, મોસ્કોમાં શંધાઇ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લીધા બાદ રક્ષા મંત્રી રાજનાથસિંહ અચાનક ઇરાન પહોંચનાર છે તેમણે ખુદ તેની જાણકારી ટ્‌વીટ કરી આપી હતી ચીનથી તાજેતરમાં થયેલ તનાવ વચ્ચે ઇરાનના પ્રવાસ પર ભારતના રક્ષા મંત્રીનું પહોંચવું રણનીતિક હિસાબથી ખુબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે તહેરાનાં રાજનાથસિંહ પોતાના સમકક્ષ ઇરાની રક્ષા મંત્રીની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે ભારતીય રક્ષા મંત્રીના ઇરાનના અચાનક પ્રવાસથી અનેક અટકળો ચાલુ થઇ ગઇ છે.

પાકિસ્તાનના ગ્વાદર પોર્ટના જવાબમાં ભારત ઇરાનના ચાબહાર પોર્ટને વિકસિત કરી રહ્યું છે આ પોર્ટના રસ્તે ભારત ફકત પોતાની સામરિક જ નહીં પરંતુ આર્થિક હિતોને પણ સાધશે ચીનથી વધતા તનાવ અને રિંગ ઓફ પર્લ્સની વિરૂધ્ધ આ પોર્ટની મહત્વ ખુબ વધુ છે કેટલાક દિવસો પહેલા જ એ અહેવાલો આવ્યા હતાં કે ચાબહારમાં નિર્માણની ધીમી ગતિને લઇ ઇરાન ચિંતિત છે આવામાં ભારતનો મોટો પ્રયાસ ઇરાનની આ ચિંતાઓનું સમાધાન કરવો રહેશે પાકિસ્તાન અને ચીન એક સાથે મળી ગ્વાદર બંદરગાહને ભારતની વિરૂધ્ધ આર્થિક અનેૈ સામરિક રીતે ઉપયોગ કરવાની તૈયારીમાં છે એવામાં ચાબહાર દ્વારા ભારત ગ્વાદરની ઉપર બેઠુ છે અને ત્યાંથી ચીન પાકિસ્તાનની દરેક હરકત પર નજર રાખી રહેલ છે આ બંદરગાહના કારણે પાકિસ્તાનનો વ્યાપારિક નુકસાન પણ વધી રહ્યું છે કારણ કે મધ્ય એશિયાના મોટાભાગના દેશ હવે પાકિસ્તાનના ગ્વાદરને છોડી ઇરાનના ચાહબારનો ઉપયોગ કરવા લાગ્યા છે.

બે ફ્રંટ પર યુધ્ધની તૈયારી કરી રહેલ ટચીન અને પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતે પણ કમર કસી લીધી છે ઇરાનને સાધી ભારત ફકત પાકિસ્તાનને જ નહીં પરંતુ ચીનને પણ ગંભીર આંચકો આપવાની તૈયારીમાં છે ચીને કેટલાક દિવસો પહેલા જ ઇરાનની સાથે અબજાે ડોલરનો સોદો કર્યો હતો તેમાં ફકત રક્ષા જ નહીં વ્યાપાર ક્ષેત્રની અનેક મોટી સમજૂતિ થઇ છે આવામાં જાેે ભારત ચીનની વિરૂધ્ધ ઇરાનને મનાવી લે તો આ મોટી કુટનીતિક જીત માનવામાં આવશે.

ઇરાન અને પાકિસ્તાનની સીમાઓમાં પરસ્પર જાેડાયેલ છે. આ સ્થિતિમાં ભારત ઇરાનને પોતાના પાલામાં કરી પાકિસ્તાનને મોટો આંચકો આપી શકે છે. જયારે કટ્ટર શિયા દેશ હોવાને કારણે પાકિસ્તાન અને ઇરાનની વચ્ચે સંબંધ સારા પણ નથી આવામાં ભારતને તેનો લાભ થઇ શકે છે ઇરાનના માર્ગે ભારત વ્યાપારના નવા આયામ સ્થાપિત કરવાની તૈયારીમાં છે. તેનાથી ભારે દબાણથી પસાર થઇ રહેલ ઇરાની અર્થવ્યવસ્થાને પણ મજબુતી મળશે.

ચાબહાર પોર્ટના ઓપરેશનલ થઇ જવાથી ભારત પોતાનો વ્યાપાર અફધાનિસલ્તાન અને ઇરાનથી અનેક ગણો વધારી ચુકયો છે હવે ભારતની નજર આ બંદરગાહ દ્વારા રશિયા તઝકિસ્તાન તુર્કીમેનિસ્તાન કઝકિસ્તાન અને ઉઝબેકિસ્તાનથી પોતાના વ્યાપારને વધારવાનો છે તેના દ્વારા હથિયારોની ખરીદના કારણે રશિયાથી વધી રહેલ વ્યાપાર નુકસાનને પણ ઓછો કરવામાં ભારતને મદદ મળી શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.