Western Times News

Gujarati News

ખાનગી વાહનમાં જતી પોલીસ પર નકલી પોલીસે રોફ જમાવ્યો : રાયખડની ઘટના

Files Photo

ઝોન-રની સ્કવોડ સાથે બનેલો બનાવ : શખ્સ વિરુધ્ધ હવેલી પોલીસે કાર્યવાહી હાથ ધરી

(પ્રતિનિધિ) અમદાવાદ, ઝોન-રનો સ્કવોડ ખાનગી વાહનમાં જઈ રહયો હતો ત્યારે આઈ પી મીશન પેટ્રોલપંપ ઉપર એક શખ્સે તેમની સાથે ઝઘડો કરી પોલીસ હોવાનો રોફ માર્યો હતો અને નાણાં મેળવવા તકરાર કરી હતી બાદમાં વાહનમાં પોલીસ હોવાની જાણ થતાં તેણે માફી માંગી હતી જાેકે તેની વિરુધ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ ઘટનાની વિગત એવી છે કે શનિવારે બપોરે ઝોન-ર ની સ્કવોડ ખાનગી વાહનમાં નીકળી હતી અને આઈપી મિશન નજીક પેટ્રોલપંપ ઉપર હવા ભરાવવા કાર ઉભી રાખી હતી. હવા ભરાઈ ગયા બાદ બહાર કાઢવા કાર રીવર્સ લેતાં એક્ટિવાને અથડાઈ હતી જેને પગલે એક શખ્સ પેટ્રોલપંપની ઓફીસમાં દોડતો આવ્યો હતોને તકરાર શરૂ કરી હતી પોલીસે તેને સમજાવવા જતાં પોતે ક્રાઈમબ્રાંચના હવાલદાર તરીકેનો રોફ જમાવ્યો હતો અને નાણાં પડાવવાના ઈરાદે વધુ ઝઘડો કરતા બાદમાં ઝોન-ર ની સ્કવોર્ડ તેને પોતાની ઓળખાણ આપતા આ શખ્સ ઢીલો પડી ગયો હતો તથા માફી માંગવા લાગ્યો હતો બાદમાં તેમને સામાન્ય નાગરીક સમજીને પોલીસ તરીકેની ખોટી ઓળખાણ આપ્યાની વાત કરી હતી.

આ ઘટના બાદ પોલીસે તેમની પુછપરછ કરતાં તેણે પોતાનું નામ કુત્બુદીન હુસેનીભાઈ દાહોદવાલા (ઉ.૩૮) અને પોતે અલસુલેમાન રેસીડેન્સી ચોથે માળ, સાળવીની પોળ, જમાલપુર ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું જાેકે ઝોન-ર ની સ્કવોર્ડના એલ આર મુસ્તુફાખાન સરદારખાને બાદમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં કુત્બુદીન વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે શહેરમાં આવા કેટલાય શખ્સો ફરે છે જે પોલીસના નામે ખોટો રોફ જમાવી ડરાવી- ધમકાવીને તોડ કરે છે અથવા મારામારી કે અન્ય ગુના આચરતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.