Western Times News

Gujarati News

રાજયના કુલ કોરોના કેસોમાંથી રપ ટકા કેસો સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢમાં કોરોનાના કેસો વધતા તંત્ર ચિંતામાં

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં લોકડાઉન અને ત્યારપછી અનલોકના ચાર તબક્કામાં કોરોના સંક્રમણમાં વધઘટ જાેવા મળી રહયુ હતુ પરંતુ અનલોકમાં ધીમે ધીમે સંક્રમણ વધતા મોટાપાયે કોરોના ટેસ્ટીંગ કરાવવામાં આવી રહયુ છે. કેન્દ્ર સરકાર ધ્વારા ૧૦ રાજયોમાં કોરોના ટેસ્ટીંગ વધારવા સૂચના આપવામાં આવી હતી. તેમાં ગુજરાત રાજયનો સમાવેશ થયો હતો.

ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની મુલાકાતના સમયે ટેસ્ટીંગ વધારવા સૂચનો આપ્યા હતા આમ ટેસ્ટીંગ વધારવામાં આવતા પાછલા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે. ખાસ તો એક સાથે મોટી સંખ્યામાં કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે બીજી તરફ અમદાવાદ, સુરત પછી સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા વહીવટીતંત્ર ચિંતામાં મુકાયુ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ કોરોનાના કેસ વધશે તેવા સંકેતો આપ્યા હતા. યુવાનો સરકારી ગાઈડલાઈનનું પાલન નહી કરતા હોવાથી યુવાનો કેસ વધુ ફેલાવી શકે છે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી. ખાસ તો માસ્ક નહી પહેરવાના બનાવો વધતા જાેવા મળી રહયા છે.

ગુજરાતમાં કોરોનાના જેટલા કેસ નોંધાયા છે તેમાંથી હાલમાં રપ થી ર૭ ટકા કેસ સૌરાષ્ટ્રના ચાર જીલ્લામાં હોવાના તારણ નીકળ્યા છે. આ ચાર જીલ્લાઓમાં રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢનો સમાવેશ થાય છે. રાજકોટમાં કેસ રોકેટ ગતિએ વધતા ખુદ આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પહોંચ્યા છે તેઓ પરિસ્થિતિનો અંદાજ મેળવી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.