Western Times News

Gujarati News

ભરૂચ ડિસ્ટ્રીકટ બેંક ની વાર્ષિક સાધારણ વિડિઓ કોન્ફરન્સથી યોજાઈ

(વિરલ રાણા દ્વારા) ભરૂચ,  ભરૂચ – નર્મદા જીલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રણી એવી ધી ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંકની વાર્ષિક સાધારણ સભા રાજપૂત છત્રાલય ખાતે બેંકના ચેરમેન અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં મળી હતી.

ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકની ઓનલાઈન વાર્ષિક સાધારણ સભા ગુગલ મીટના માધ્યમથી વિડિઓ કોન્ફરન્સથી કાર્યવાહીમાં ભાગ લઈ શકાય તેવી રીતે જુદા જુદા છ હોલ માં યોજવામાં આવી હતી.જેમાં સરકારના નિયમ મુજબ સોશ્યલ ડિસ્ટન્સીગથી ૫૦ ની મર્યાદામાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.વાર્ષિક સામાન્ય સભામાં બેંકના કામકાજનો રીપોર્ટ,સરવૈયુ તથા નફા – ખોટના હિસાબો તથા નફાની વહેંચણી મંજુર સને ૨૦૧૯-૨૦ના વર્ષનું, નાબાર્ડ નિયુકત પેનલના ચાર્ટડ એકાઉન્ટન્ટ દ્વારા થયેલ સ્ટેટયુટરી ઓડીટરની ઓડીટ નોટ બહાલ રાખવા બેંકનાં ઓડિટરની નિમણુંક તથા ગુજરાત સરકારની મંજુરીથી વનટાઈમ સેટલમેન્ટ યોજના અંતર્ગત બેંકએ માંડવાળ કરેલ લ્હેણું મંજુર કરવું,બેંકના પેટા કાયદા સુધારવા,બેંકની હેડ ઓફીસ સામે આવેલ બેંકની માલીકીની ખુલ્લી જગ્યામાં સહકાર તાલીમ ભવન બાંધવા જેવા વિવિધ કામોને બહાલી આપવામાં આવી હતી.

બેંકના ચેરમેન અને વાગરા ના ધારાસભ્ય અરુણસિંહ રણાએ બેંકની ૧૧૪ વર્ષની સફર અને નાણાંકીય ચિતાર સભાસદો સમક્ષ રજૂ કર્યો હતો.બેંકના સભાસદો માટે ૨૨ ટકા ડિવિડન્ડની પણ જાહેરાત કરવામાં આવી હતી.વાર્ષિક સાધારણ સભામાં બેંકના બોર્ડ ઓફ ડિરેકટરના સભ્યો અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.