Western Times News

Gujarati News

ફેક લીંક મોકલી ઓનલાઈન પૈસા ઉપાડી લેતી ભેજાબાજ ગેંગ ઝડપાઈ

વધુ ગુનાનો ભેદ ઉકેલાવાની શકયતા.  

ભરૂચ સી ડીવીઝન પીલિસે સાડા નવ લાખ થી વધુ રોકડ,કાર,રૂપિયા ગણવાનું મશીન અને મોબાઈલ વિગેરે સાથે પાંચ આરોપીઓની અટકાયત કરી.
         
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ફેક લીંક મોકલી બેંક એકાઉન્ટ માંથી ઓનલાઇન પૈસા ઉપાડી સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવતી ગેંગને ભરૂચ સી ડીવીઝન પોલીસે ઝડપી પાડી હતી.  પોલીસે પાંચ આરોપીઓ ની રૂ.સાડા નવ લાખ થી વધુ રોકડ,રૂપિયા ગણવાનું મશીન,લેપટોપ અને કાર વિગેરે સાથે અટકાયત કરી છે.
ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન માં IPC ૪૨૦ તથા IT.Act કલમ ૬૬ (ડી) મુજબનો ગુનો તા.૩૧ /૦૮/૨૦૨૦ ના રોજ નોંધાયો હતો.જેમાં ધર્મનગર માં રહેતા રામકુમાર હુમ્બલાલ શર્માએ ફરીયાદ નોંધાવી હતી.જેમાં ફરીયાદીના બહેનના ફોન પે એપ્લીકેશન માં કોઈ અજાણ્યા ઈસમોએ નાણાંકીય ઠગાઈના ઈરાદે તમે પૈસા જીતેલ છો જે મેળવવા ક્લીક કરો એવી લોભામણી ફેક લીંક મોકલી હતી.

જેમાં UPI પીન નંબર એન્ટર કરતા SBI બેંક એકાઉન્ટ માંથી રૂપિયા ૨,૭૦૮ પે.ટી.એમ એકાઉન્ટમાં ડેબીટ કરી લીધા હોવાનું જણાવ્યું હતું.ફરિયાદના આધારે સી ડીવીઝન પોલીસે તપાસ શરૂ કરી ટેકનીકલ એવીડન્સ મેળવી તપાસ આગળ ધપાવતા જાણવા મળેલ કે આરોપી મિલન સુરાણી પોતાના લેપટોપમાં સ્કેચ એન્ડ વીન નામની લોભામણી ફેક લીંક બનાવી તેને મોબાઈલ ધારકના મોબાઈલમાં નોટીફીકેશન મોકલી મેસેજ કરી તેઓની સાથે ઓનલાઈન ફ્રોડ કરી પોતાના ડમી ફોન પે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી પોતાના મિત્રોના પે.ટી.એમ તથા બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવી આ પૈસા કેશ વિડ્રો કરાવતો હોવાનુ જણાઈ આવ્યું હતું.

જેના આધારે પ્રથમ પ્રતિકભાઈ જયસુખભાઈ ધડુક રહેવાસી,એમ – ૪૦૩ વિક્ટોરીયા ટાઉનશીપ પાસોદરા પાટીયા,કામરેજ મુળ રહેવાસી,ગામ દાતરડી તા.જી.અમરેલી  તેમજ પિયુષ અશોકભાઈ ગજેરા રહેવાસી,૧૩૮ શ્યામ રો હાઉસ,વેલણજા સુરત,મુળ રહેવાસી,રૂપાવટી,જી.ભાવનગર તથા રવિ વલ્લભભાઈ પટોડીયા રહેવાસી,મકાન.નં ૮૪ એચ.આર.પી બંગ્લોઝ કેનાલ રોડ કામરેજ સુરત મુળ રહેવાસી,ચાંન્દ્રાવાણી જી.જુનાગઢની અટકાયત કરવામાં આવેલ હતા.

જેઓની પુછપરછ દરમ્યાન આરોપી તરીકે રાજકોટના મિલન સંજયભાઈ સુરાણી અને વિવેક મનસુખભાઈ વરસાણીના નામ ખુલતા આ બંને આરોપીઓને રાજકોટ થી અટકાયત કરવામાં આવેલ.પોલીસ ના હાથે ઝડપાયેલ આરોપી મિલન પાસેથી રોકડા રૂપિયા ૯,૦૦,૦૦૦ તથા પૈસા ગણવાનું મશીન,લેપટોપ તથા મોબાઈલ ફોન તથા જુદી જુદી કંપનીના ૪૮ સીમકાર્ડ કબ્જે કરવામાં આવેલ છે.તે ઉપરાંત આરોપી વિવેક પાસેથી રોકડા રૂપિયા ૬૦,૦૦૦ તથા મોબાઈલ ફોન તથા ગુનાના ઉપયોગમાં લેવાયેલ સ્વીફ્ટ ગાડી કબ્જે કરવામાં આવેલ છે.  રાજકોટનો રહેવાસી અને મુખ્ય આરોપી મિલન સુરાણી ઓનલાઈન ફ્રોડનું નેટવર્ક ચલાવતો હોય વધુ ગુનાઓ ડીટેક્ટ થવાની શક્યતા છે.ત્યારે વધુ કેટલા ગુનામાં આ આરોપીઓની સંડોવણી બહાર આવે છે તે જોવું રહ્યુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.