Western Times News

Gujarati News

વર્ષોથી શેરડી પકવતા ખેડૂતોના નાણાં ચુકવવા માટે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી માનસિંગ ડોડીયાએ માંગ કરી.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ગુજરાત સરકાર દ્વારા ગંધારા ખાતે આવેલ વડોદરા સુગર ફેક્ટરીના ખેડૂતોના બાકી નાણાં ચૂકવવામાં આવ્યા છે જે આવકાર દાયક છે.હાલમાં અતિવૃષ્ટિ અને પૂરના કારણે નુકશાન થયુ છે.જેથી ખેડૂતોની આથિર્ક સ્થિતિ ખુબ નબળી છે.તેવા સંજોગોમાં અન્ય ખેડૂતોના શેરડીના સુગર મીલો પાસે નીકળતા નાણા હાલમાં ચૂકવવામાં આવે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી માનસિંગ ડોડીયાએ માંગણી છે.


ગુજરાતની કોડીનાર,તલાલા,વ્યારા,મરોલી,વાલોડ તેમજ બોડેલી સુગરોને વર્ષોથી ખેડૂતોના નાણાં ચૂકવવાના બાકી છે.એ માટે રારકાર કેમ નિર્ણય નથી કરતી એ પ્રશ્ન ખેડૂતોને મુંઝવણ ઉભી કરી રહ્યો છે.ઘણી સુગરો દ્વારા વર્ષોથી કર્મચારીઓનો પગાર પણ કરવામાં આવ્યો નથી. વડોદરા સુગર ફેક્ટરી

કરજણ વિધાનસભા મત વિસ્તારમાં આવતી હોય અને ત્યાં હાલમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની હોય રાજકીય રીતે લાભ મેળવવા માટે શેરડીના બાકી પડતા નાણાં ત્યાંના ખેડૂતોને ચૂકવાયા હોવાની લોકચર્ચા પણ ચાલી રહી છે.ત્યારે અન્ય વિસ્તારની ગુજરાતની સુગરોના વર્ષોથી ખેડૂતોના નાણાં બાકી છે.ત્યાં પણ આવનારા દિવસોમાં તાલુકા અને જીલ્લા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે.એ વાત પણ સરકારે ધ્યાને લેવી પડશે.

વધુમાં ૦૬-૦૯-ર૦ર૦ના રોજ ૩૧ સેન્ટરો દ્વારા વડોદરા સુગરોના ખેડૂતોને નાણા ચૂકવવા માટે ભાજપના સંગઠનના હોદ્દેદારો અને તમામ સેન્ટરો ઉપર ભાજપના પ્રતિક સાયે બેનરો દ્વારા ચેક વિતરણ વિડિયો કોન્ફરસીંગ દ્વારા મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યુ જે યોગ્ય નથી.આ પૈસા ચૂકવવાની સરકારની ફરજ છે અને સરકાર તમામ ગુજરાતની જનતાની બનેલી છે.

ત્યારે આવા કાર્યક્રમમાં જાણે ભાજપ પક્ષે ચૂકવણુ કર્યું હોય એવુ વાતાવરણ ઉભુ કરી સરકારી ખર્ચે ભાજપ પક્ષનો પ્રચાર કરી પેટા ચૂંટણીમાં લાભ મેળવવાનો હીન્ન પ્રયાસ થયો છે જે વખોડવાને પાત્ર છે.

ગુજરાતની સરકારના વડા તરીકે આપને ફરીથી અન્ય વિસ્તારના ખેડૂતોના શેરડીના નાણાં પણ તાત્કાલીક ચૂકવાય તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મહામંત્રી માનસિંગ ડોડીયાએ માંગ કરી હતી.

Attachments area


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.