Western Times News

Gujarati News

પશ્ચિમ બંગાળમાં BJPના વધુ એક કાર્યકરની હત્યા

કોલકાતા, પશ્ચિંમ બંગાળમાં ભાજપના રૉબિન પોલ નામના એક કાર્યકરની તૃણમૂલ કોંગ્રેસ દ્વારા હત્યા કરાઇ હોવાનો આક્ષેપ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયે કર્યો હતો. વિજયવર્ગીયે મિડિયાને કહ્યું કે મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ ભાજપને ડરાવવા સતત હુમલા કરતા રહ્યા હતા. ભાજપના કાર્યકરોની હત્યા કરીને ભાજપને ડરાવવાના પ્રયાસો થઇ રહ્યા હતા. અમે ડરવાના નથી.

તેમણે કહ્યું કે મમતા બેનરજી રાજ્ય વિધાનસભાની ચૂંટણી જીતવા નક્સલવાદી પરિબળોની મદદ લઇ રહ્યા હતા. આ ટ્રેન્ડ અત્યંત ખતરનાક હતો. ઝારગ્રામ વિસ્તાર જંગલથી ઘેરાયેલો અને નક્સલવાદી પ્રભુત્વ ધરાવતો વિસ્તાર હતો. આ વિસ્તારના માઓવાદી સ્થાનિક પોલીસની મદદથી હુમલા કરી રહ્યા હતા અને એ વિસ્તારમાં નરી અરાજકતા ફેલાવવા પ્રયત્નશીલ હતા. આવું ક્યાં સુધી ચાલવાનું છે.

તેમણે મમતા બેનરજીના પક્ષને ચેતવણી આપી હતી કે આ પ્રકારની ગુંડાગીરી બંધ કરો. ભાજપ લાંબો સમય આવી ગુંડાગીરી સાંખી નહીં લે. શ્ચિમ બંગાળમાં આવતા વરસે 2021માં રાજ્ય વિધાનસભાની ચૂંટણી થવાની છે. અત્યારથી કોંગ્રેસ, ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ પોતપોતાની બાજી ગોઠવી રહ્યા  હતા. ભાજપે પોતાના ફાયરબ્રાન્ડ નેતા કૈલાસ વિજયવર્ગીયને પશ્ચિમ બંગાળ ભાજપના પ્રભારી બનાવ્યા હતા. હાલ કૈલાસ રાજ્યના પ્રવાસે હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.