Western Times News

Gujarati News

પોલીસ સ્ટેશન હોય તો બાપુનગર જેવુ : કોરોનાગ્રસ્ત પોલીસ કર્મચારીઓ માટે આઈસોલેશન વોર્ડ, કેન્ટીનની સુવિધા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, શું પોલીસનંુ કામ માત્ર ગુનેગારોને જ પકડવાનુ છે??! ના, તેઓ સામાજીક કાર્ય કરી શકે છે. કોરોનાના કપર સમયમાં પોલીસ વિભાગની માત્ર ગુજરાતમાં જ નહીં દેશભરમાં પ્રશંસનીય કામગીરી રહી છે. પરંતુ તેમ છતાં અમદાવાદમાં તમારે પોલીસની કામગીરી જાેવી હોય તો બાપુનગર પોલીસ સ્ટેશન જવુ પડેે.

બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સીનિયર ઈન્સ્પેક્ટર નિરવ વ્યાસ તરફથી મહામારીમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓ માટે અદ્દભૂત વ્યવસ્થા ગોઠવી છે. બાપુનગર પોલીસ સ્ટેશનમાં એક આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. રખેને, કોઈ પોલીસ કર્મચારી કોરોના પોઝીટીવ આવે તો તને ઘરે કે હોસ્પીટલ જવાની જરૂર નથી. કારણ કે અહીંયા જ આઈસોલેટ વોર્ડ બનાવ્યો છે.

જ્યાં નિયત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ કોરોનાગ્રસ્ત પોલીસ કર્મચારીની સારવાર કરવામાં આવે છે. જ્યારે કેન્ટીન પણ બનાવવામા આવી રહી છે. જેમાં પોષણયુક્ત આહાર વ્યાજબી ભાવે મળી રહે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જ્યારે પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓને એક છોડ ઉગાડવાની અને તેની માવજત કરવાની સુચના આપવમાં આવી છે. તેનો પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ સહર્ષ સ્વીકાર કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.