Western Times News

Gujarati News

ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સપોર્ટનાં પાર્સલમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યાે

૧.૧૨ લાખનો જથ્થો જપ્તઃ એકની અટકઃ મહારાષ્ટ્ર તથા અમદાવાદની કંપનીનાં માલીકોની શોધ શરૂ

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેર ક્રાઈમ બ્રાંચે સરખેજમાં આવેલાં એસ્ટેટમાં દરોડા પાડી ટ્રાન્સપોર્ટેની આડમાં થતી ઈંગ્લીશ દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યાે છે. ક્રાઈમ બ્રાંચની તપાસમાં દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી આવતો હોવાનો તથા તેને શહેરની એક એજન્સી મંગાવતી હોવાનું ખુલ્યું છે.

આ ઘટનાની વિગત એવી છે કે ક્રાઈમ બ્રાંચનાં પીએસઆઈ દેસાઈની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એસ.જી.હાઈવે સ્થિત એક ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. જેને પગલે તેમણે ગુજરાત ગુડ્‌સ સર્વિસ, સહયોગ એસ્ટેટ, સાગર હોટલ, સરખેજ-સાણંદ ચોકડીમાં તપાસ કરતાં મેનેજર ગ્યાસુદ્દીનની પૂછપરછ કરી હતી. બાદમાં કંપનીનાં સહયોગ એસ્ટેટમાં જ આવેલાં અન્ય ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી.

જ્યાં મુકરદમ તરીકે કામ કરતાં અમીરચંદ રામકરણ ચોરસીયા (વણઝર ગામ, સરખેજ)ની પૂછપરછ કરી પટેલ એજન્સી (બી.જી.ટાવર, એસ.જી.હાઈવે)ના નામે આવેલાં પાર્સલોમાંથી ૧.૧૨ લાખનો ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે તપાસ કરતાં ટેક કનેક્ટ રીટેલ યુનીટ (કવલર, ભિવંડી, મહારાષ્ટ્ર) નામની કંપની તરફથી પટેલ એજન્સીને મોકલવામાં આવતો હોવાનું ખુલ્યું હતું. અમીરચંદની પૂછપરછ કરતાં કેટલાંક ઈસમો તેને ફોન કરી ઈન્કવાયરી કરતા હતા.

બાદમાં બોડીંગ રીક્ષાને મોકલી માલ ગોડાઉનમાંથી ઊઠાવતાં હતાં. અને તે માટે અમીરચંદને હજાર રૂપિયા આપતાં હોવાનું સામે આવ્યું છે. ટ્રાન્સપોર્ટની આડમાં ચાલતાં દારૂનાં ધંધાનો પર્દાફાશ કર્યા બાદ ક્રાઈમ બ્રાંચે અમીરચંદની અટક કરી મહારાષ્ટ્ર અને અમદાવાદની કંપનીઓનાં માલિકોની શોધખોળ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.