Western Times News

Gujarati News

ગૃહ કંકાસમાં પતિએ પત્નીની સોપારી આપી

અરવલ્લીના આકરૂન્દ પાસે દંપતી પર તીક્ષ્ણ હુમલામાં ઘટસ્ફોટ,એલસીબીએ પતિ સહીત બેને દબોચ્યા ગૃહ કંકાસમાં  પતિએ પત્નીની સોપારી આપી

અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના આકરૂન્દ ગામ નજીકથી શનિવારે બપોરના સુમારે બાઈક લઈ પસાર થઈ રહેલ દંપતી લઘુશંકા કરવા બાઈક ઉભું રાખતા બાઈક પર આવેલા બે શખ્શો મહિલા પર તીક્ષ્ણ ઘા ઝીંકી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી પત્નીને બચાવવા જતા પતિ પણ ઘાયલ થયો હતો બંનેને લોકોએ સારવાર અર્થે ખસેડ્યા હતા ધનસુરા પોલીસે હુમલાનો ભોગ બનેલ બાયડના મધુરફાર્મમાં રહેતા વિજયગીરી ભુરગીરી ગોસ્વામીએ અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આકરૂન્દ નજીક દિન દહાડે દંપતી પર જાનલેવા હુમલાની ઘટનાના પગલે ભારે ચકચાર મચી હતી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે ઘટનાની ગંભીરતા સમજી અરવલ્લી એલસીબી પોલીસને સૂચના આપતા એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં દંપતી પર થયેલ હુમલાનો ભેદ ઉકેલી નાખી ખુદ ફરિયાદી જ આરોપી નીકળતા

અને ગૃહ કંકાસમાં પત્નીની હત્યા કરવા બાયડના શખ્શને સોપારી આપી હોવાનું જણાવતા પોલીસ ચોકી ઉઠી હતી હત્યાની સોપારી લેનાર બાયડના વિનોદ ફોગતભાઈ લુહારને અમદાવાદથી દબોચી લિધો હતો હુમલાખોર અમદાવાદના બે સોપારી કિલરની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા

અરવલ્લી જીલ્લા ડીવાયએસપી ભરત બસીયાના માર્ગદર્શ હેઠળ એલસીબી પીઆઈ આર.કે.પરમાર અને તેમની ટીમે વધુ એક દંપતિ પર જીવલેણ હુમલાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

જેમાં ફરિયાદી ખુદ આરોપી નીકળતા પોલીસે પણ ચોકી ઉઠી હતી પતિએ જ પત્નીની હત્યાની ૨ લાખ રૂપિયાની સોપારી આપી હતી પોલીસને હજુ પણ વિજયગીરીએ ગૃહકંકાસ ના પગલે પત્નીને મોતને ઘાટ ઉતારવા આપેલ સોપારીની કહાની ઘરે ઉતરતી ન હોવાનું પોલીસસૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ હતી

બાયડના સરકારી પુસ્તકાલય સામે મધુરમફાર્મમાં રહેતા અને ઓમકાર કિરાણા સ્ટોર ધરાવતા વિજયગીરી ભુરગીરી ગોસ્વામી તેમની પત્ની પારૂલબેન સાથે વારંવાર ઝગડા થતા હોવાથી અસહ્ય બનેલ ગૃહ કંકાસથી ત્રાસી ઉઠેલા વિજયગીરીએ તેની પત્ની પારૂલબેનનું કાસળ કાઢી નાખવા બાયડના જ વિનોદ ફોગતભાઈ લુહારને સોપારી આપતા વિનોદ લુહારે અમદાવાદના જવારચોક નજીક રહેતા અલ્કેશ ભીખાભાઇ બેરવા અને અન્ય એક ગાંડો તરીકે ઓળખાતા શખ્શનો સંપર્ક કરી

તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવાનો પ્લાન બનાવ્યા હતો હત્યાના પ્લાન મુજબ વિજયગીરી ગોસ્વામી તેની પત્નીને લઈ વતન જવા નીકળ્યો હતો અને આકરૂન્દ નજીક રોડ પર બાઈક ઉભું રાખી પેશાબ કરવા જવાનું બહાનું બનાવી ખેતરમાં ઉભો થઈ ગયો હતો અને પાછળ પારુલબેનની હત્યા કરવા બાઈક લઈને આવી રહેલા સોપારી કીલર અલ્કેશ ભીખા બેરવા અને પાછળ બેઠેલા ગાંડા નામના શખ્શે પારૂલબેન પર તીક્ષ્ણ હથિયારના ઘા આડેધડ વીંઝતા પારૂલબેન બુમાબુમ કરી મુકતા પારૂલબેનને શક ન જાય તે માટે વિજયગીરી બચાવવા વચ્ચે પડતા પ્લાન મુજબ સોપારી કિલરોએ તેને પણ ઈજાઓ પહોંચાડી હતી દંપતી પર હુમલાના પગલે વિજયગીરીએ તેના પરિવાર અને મિત્રોને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પારૂલબેન અને વિજયગીરીને સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હતા જેમાં પારૂલબેન ની હાલત ગંભીર જણાતા મોડાસાની મલ્ટી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા સમગ્ર મામલે ધનસુરા પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો

અરવલ્લી એલસીબી પીઆઈ આર.કે પરમાર અને તેમની ટીમે વિજયગીરી ગોસ્વામીની વર્તણુક શંકાસ્પદ જણાતા તેની આગવી ઢબે પુછરપરછ કરતા તેને જ તેની પત્નીના ગૃહકંકાસથી ત્રાસી પારૂલબેનની હત્યા કરવાનો પ્લાન બનાવી બે લાખ રૂપિયામાં બાયડના જ વિનોદ ફોગતભાઈ લુહારને સોપારી આપતા તેને અમદાવાદના બે શખ્શોને પારૂલબેનને મોતને ઘાટ ઉતારવા તૈયાર કરી પ્લાન બનાવ્યો હોવાનું  પોપટની માફક કબુલી લીધું હતું હત્યાં સોપારી લેનાર વિનોદ લુહારને કબીરચૌક અમદાવાદથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી પારૂલબેન પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝિંકનાર અમદાવાદના અલ્કેશ ભીખાભાઇ બેરવા અને ગાંડા નામના શખ્શને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

દિલીપ પુરોહિતબાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.