Western Times News

Gujarati News

અરવલ્લી-સાબરકાંઠામાં પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ યથાવત

૫ લોકોના મોત,ચેકડેમમાં ડૂબેલ રેલ્યો ગામના યુવકની લાશ એનડીઆરએફ ને ચોથા દિવસે હાથલાગી

પ્રતિનિધિ દ્વારા ભિલોડાઅરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ચાલુ વર્ષે સતત પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ બની રહી છે છેલ્લા ૪૮ કલાકમાં વધુ ૫ લોકો પાણીમાં ઘરકાવ થવાથી મોત નિપજતા ભારે ચકચાર મચી છે મેઘરજના પહાડીયા રેલ્યો ગામનો ૩૬ વર્ષીય યુવક વાત્રક નદીના ચેકડેમમાં ડૂબી જતા સ્થાનિક તરવૈયા અને ફાયરબ્રિગેડની ટીમે શોધખોળ હાથધરી હતી અને એનડીઆરએફ ટીમની મદદ લેવાઈ હતી જેમાં ૪ દિવસની ભારે જહેમત બાદ યુવકની લાશ મળી આવતા પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું તંત્રે ૪ દિવસની ભારે જહેમત બાદ લાશ મળી આવતા હાશકારો અનુભવ્યો હતો


માલપુરના પીપરાણા ગામે ખેતરમાં રખેવાળી કરવા ગયા બાદ તેમનો મૃતદેહ કુવામાંથી મળી આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ઇડર તાલુકાના ભાદરડી ગામના યુવકની લાશ ભિલોડાના ચોરીમાલા ગામ નજીક પસારથતી હાથમતી નદીમાંથી મળી આવ્યો હતો હિંમતનગર મોતીપુરા કેનાલમાં ડૂબી જતા અને હરસોલ ગામ નજીક અન્ય એક શખ્શનું ડૂબી જતા મોત નીપજ્યું હતું

મેઘરજ નગરની વાત્રક નદીના ચેકડેમ પરથી પગ લપસી જતાં પહાડીયા રેલ્યો ગામનો ૩૬ વર્ષીય યુવક નદીના પાણીમાં ગરકાવ થયાના ચોથા દીવસે ગાંધીનગરની એન ડી આર એફ ટીમને કમલેશ સોમાભાઈ  રાવળની લાશ મળી આવતા સતત ચાર દિવસથી ખડેપગે ઉભેલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો મેઘરજ પોલીસે મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી માલપુર તાલુકાના પીપરાણા ગામે ખેતરમાં ઉભા પાકને બચાવવા રખેવાળી કરવા ગયેલા ચમાર જેઠાભાઇ હીરાભાઈ નો મૃતદેહ કુવામાંથી મળી આવતા ચકચાર મચી હતી મૃતક ખેડૂત ખેતરના ઉભા પાક પર ત્રાટકેલ નીલ ગાયના ટોળાને ભગાડવા જતા અકસ્માતે કુવામાં ખાબકતા મોત નીપજ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી માલપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક ખેડૂતની લાશને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.