Western Times News

Gujarati News

અરવલ્લી-સાબરકાંઠામાં શનિવારે સી.આર.પાટીલ સાથે સેલ્ફી લેનાર અને કાર્યક્રમમાં ઉપસ્થીત લોકોમાં ફફડાટ 

ભાઉ કોરોના પોઝેટીવ : 
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને કોરોના રિપોર્ટ પોઝેટીવ આવતા સારવાર અર્થે અપોલો હોસ્પિટલમાં ખસેડાયા હોવાની માહીતી બહાર આવતાની સાથે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોમાં ફફડાટ ફેલાયો છે સદ્નસીબે સાબરકાંઠાના પ્રાંતિજ અને અરવલ્લી જીલ્લાના રાજેન્દ્ર ચોકડીથી યોજાનાર કાર અને બાઈક રેલી તેમજ સ્વાગત કાર્યક્રમ પડતા મુકવામાં આવ્યા હતા
શનિવારે હિંમતનગરના ટાઉનહોલ અને મોડાસાના ભામાશા હોલમાં અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા અને સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા ઉડવાની સાથે માસ્ક વગર પણ અનેક લોકો કાર્યક્રમમાં જોવા મળ્યા હતા ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના ભાજપના અગ્રણી અને કાર્યકરોમાં કોરોના સંક્રમણનો ભય પેદા થયો છે સીઆર પાટીલ સાથે ફોટો વિથ ફ્રેમ અને અભિવાદન કરનાર ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો માસ્ક પહેર્યું ન હોવાથી આગામી સમયમાં બંને જીલ્લામાં કોરોનાની લહેર જોવા મળે તો નવાઈ નહિ સીઆર પાટીલના રાજકીય કાર્યક્રમો પછી કોરોનાનું સંક્રમણ વધતા રાજનીતિ ગરમાઈ છે

શનિવારે અરવલ્લી-સાબરકાંઠામાં સી આર પાટીલના અભિવાદન સમારોહના ગણતરીના દિવસોમાં કોરોનામાં સી.આર.પાટીલ સપડાતા ફફડાટ ફેલાયો છે  ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલના સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ ભાજપના ધારાસભ્યો, અગ્રણીઓ અને કાર્યકરો કોરોનામાં સપડાતા હતા ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસમા ઉમટેલી ભીડ પછી કોરોનાનું સંકટ ઘેરાતા ત્રીજા દિવસે જાણે ભાજપ પ્રમુખ અને મોવળીમંડળને અક્ષર જ્ઞાન થયું હોય

તેમ અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં તમામ સ્વાગત કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યા હતા પરંતુ અભિવાદન સમારોહ બંને જિલ્લામાં યોજાયો હતો જેમાં રાજ્ય ભાજપ અને સાબરકાંઠા-અરવલ્લી ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા ત્યારે આગામી સમયમાં બંને જીલ્લામાં કોરોનાનું સંક્રમણ વધે તો નવાઈ નહિ તેવું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.