Western Times News

Gujarati News

બાયડમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા

 અરવલ્લી જિલ્લામાં ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જિલ્લામાં બંધ મકાન સલામત ના રહેતુ  હોવાની ચર્ચા ચાલી રહી છે જિલ્લામાં વારંવાર ઘરફોડ ચોરી અને વાહન ચોરી ઘટના બનતા પ્રજાજનોમાં ફફડાટ ફેલાયેલો રહે છે

જિલ્લા પોલીસ તંત્રએ બેકાબૂ બનેલ તસ્કર ટોળકી અને ઘરફોડીયા ગેંગને ઝડપી પાડવામાં આવે અને નાઇટ પેટ્રોલિંગ સધન બનાવવા પ્રજાજનોમાં પ્રબળ માંગ ઉઠી છે  બાયડની શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ સાડીઓ મળી અંદાજિત રૂપિયા ૧,૮૦૦૦૦ / મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા પ્રાપ્ત માહિતી મુજબ બાયડની શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં ભાડે રહેતા મૂળ દેરોલી ગામના અને બાયડ એસ.ટી.ડેપોના ડ્રાઇવર તરીકે નોકરી કરતા બારોટ રમણલાલ કાનજીભાઈ નો પરિવાર પોતાની સાસરીમાં ગયા હોવાથી ઘર બંધ હતુંજેનો ફાયદો લઈને તસ્કરો ઘરમાં ઘૂસી સોના-ચાંદીના દાગીના તેમજ સાડીઓ મળી અંદાજીત રૂપિયા ૧,૮૦૦૦૦/ નો મુદ્દામાલ લઈ પલાયન થઈ ગયા તેની જાણ બાયડ પોલીસને કરતા બાયડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તસ્કરો ને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.  દિલીપ પુરોહિત. બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.