Western Times News

Gujarati News

અનોખી ઘટના : માખીને પકડવાના ચક્કરમાં ઘરમાં આગ લાગી!

પેરિસ, એક મચ્છર જો હાથીના કાનમાં ઘુસી જાય તો તેને પાડી દેય છે. ત્યારે શું તમે ક્યારેય વિચાર્યુ છે કે એક નાનકડી માખી શું શું કરી શકે? તમને થશે કે માખી વળી શું કરી શકે? જો તમે પણ આવું જ વિચારતા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. ફ્રાંસમાં એક માખીના કારણે ઘરમાં આગ લાગી છે. આ આગ ત્યારે લાગી જ્યારે એક વૃદ્ધ વ્યક્તિએ માખીને પકડવાનો પ્રયત્ન કર્યો.

80 વર્ષની ઉંમરનો આ વ્યક્તિ ડિનર કરી રહ્યો હતો. તેવામાં એક માખી આવી અને તેની આસપાસ ઉડવા લાગી. પહેલા તો તેણે માખીને નજરઅંદાજ કરી, પરંતુ થોડીવાર બાદ તે વ્યક્તિને માખી પર ગુસ્સો આવ્યો. માખીથી કંટાળીને તેણે ઇલેક્ટ્રિક રેકેટ લીધુ અને માખીને મારવાનો પ્રયત્ન કરવા લાગ્યો. હવે ઘરમાં ગેસ લીક થઇ રહી હતી, જેનાથી  વૃદ્ધ વ્યક્તિ અજાણ હતો. ઇલેક્ટ્રોનિક રેકેટમાંથી એક તણખો નિકળ્યો અને ગેસના સંપર્કમાં આવતા જ મોટો ધમાકો થયો. જેના કારણે આખું રસોડું સળગી ગયું.  ત્યાં સુધી કે ઘરના એક ભાગની છત પણ ઉડી ગઇ. ઉપરાંત ઘરમાં આગ લાગી તે લટકકામાં.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

જો કે સદ્ભાગ્યે આ વ્યક્તિને કશું થયું નહીં. માત્ર તેના હાથમાં થોડી ઇજા થઇ. સરવાળે એ વાત વિચરવા લાયક છે કે એક માખીને પકડવાનું કેટલું મોંઘુ પડ્યું! જો તમે પણ માખી અથવા તો મચ્છર મારવા માટે ઇલેક્ટ્રિક રેકેટનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન રહેવાની જરુર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.