Western Times News

Gujarati News

વિવાદ વચ્ચે મોદી જિનપિંગને મળશે: કાલે નિર્ણય લેવાશે

નવી દિલ્હી: ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા ગતિરોધની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની મુલાકાત થઈ શકે છે. સમાચાર એજન્સી પીઆઈટીના અહેવાલ મુજબ, ગુરુવારે બંને નેતાઓની મુલાકાત પર ચર્ચા થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે બંને દેશોની વચ્ચે બેઠક શંઘાઈ સહયોગ સંગઠનમાં થશે.

વિદેશ મંત્રી એસ જયશંકરે પણ એસસીઓ બેઠકમાં હિસ્સો લેવા માટે રશિયા પહોંચ્યા. અહીં તેમની મુલાકાત ચીની સમકક્ષ વાંગ યી સાથે થશે. બંને દેશોના વિદેશ મંત્રીઓની વચ્ચેની બેઠકમાં જ ર્નિણય લેવાશે કે વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગની મુલાકાત થશે કે નહીં. હાલમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે રશિયામાં જ એસસીઓ દરમિયાન પોતાના ચીની સમકક્ષ જનરલ વેઈ ફેંગહી સાથે મોસ્કોમાં મુલાકાત કરી હતી. ચીને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરવા માટે રજૂઆત કરી હતી.

સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય પ્રતિનિધિમંડળે ચીની સેનાના પેન્ગોગ લેકના દક્ષિણ કિનારામાં યથાસ્થિતિ બદલવાના નવા પ્રયાસો પર આકરી આપત્તિ વ્યક્ત કરી અને મંત્રણાના માધ્યમથી ગતિરોધના સમાધાન પર ભાર મૂક્યો. એક સૂત્રએ કહ્યું કે, બે રક્ષા મંત્રીઓની વચ્ચે વાતચીતનું કેન્દ્ર લાંબા સમયથી ચાલતા આવતા સરહદ ઘર્ષણના ઉકેલની પદ્ધતિઓ પર હતું. પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર આ વર્ષે મે મહિનાથી ગતિરોધ ચાલુ છે. જૂનમાં ૨૦ ભારતીય સૈનિકોની શહાદત બાદ ડિ-એક્સેલેશનની પ્રક્રિયા શરુ થઈ હતી. જોકે થોડા દિવસથી તે પણ અટકેલી છે. બીજી તરફ વિભિન્ન ડિપ્લોમેટિક અને સૈન્ય ચેનલોથી ભારત-ચીનની વચ્ચે વાતચીત ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.