Western Times News

Gujarati News

અક્ષયની ફિલ્મ લક્ષ્મી બોમ્બ દિવાળીએ રિલિઝ કરાશે

મુંબઈ: હાલ બોલિવૂડમાં તમામ મોટા સ્ટાર્સ પોત પોતાની ફિલ્મોની તૈયારીમાં જોડાઇ ગયા છે. કોઇ નવી ફિલ્મો સાઇન કર્યું છે તો કોઇ વિદેશમાં પોતાના ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે. આ વચ્ચે બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર તેની મચ અવેટેડ ફિલ્મને લઇને મોટી જાહેરાત કરી છે. તમને જણાવી દઇએ કે ૨૦૨૦ની દિવાળી પર આ ફિલ્મની ધમાકેદાર રીસિઝ થશે.

આ વાતની જાણકારી અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપી છે. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે આ વખતે તમારા ઘરે લક્ષ્મી આવવાની સાથે એક મોટો ધમાકો પણ આવશે. ૯ નવેમ્બરે લક્ષ્મી બોમ્બ આવશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં પહેલીવાર અક્ષય કુમાર એક મહિલા અને એક પુરુષ એમ બંને અલગ અલગ રોલમાં નજરે પડશે. કોરોના લોકડાઉન પછી લાંબા સમયથી આ ફિલ્મની રીલિઝ વિષે ચર્ચા ચાલી રહી હતી. તેનું ટીઝર પર અક્ષય કુમારે આ સાથે પોસ્ટ કર્યું છે.

જે જોતા આ ફિલ્મ દમદાર હશે તેવું લાગી રહ્યું છે. આ મામલે પહેલા પણ ડિઝની હોટસ્ટાર પર તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ તેમનું લોંગ ટાઇમ ડ્રીમ પ્રોજેક્ટ છે. જો કે બીજી તરફ અક્ષય કુમારના ફેન્સ પણ લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. ત્યારે આ ફિલ્મની રીલિઝ ડેટ જાણીને ફેન્સમાં આ ફિલ્મ માટે ઉત્સાહ વધ્યો છે. તમને જણાવી દઇએ કે આ ફિલ્મ પહેલા માર્ચમાં રીલિઝ થવાની વાત ચાલતી હતી પણ કોરોના કાળમાં થિયેટર બંધ થઇ જતા આ ફિલ્મની રીલિઝ ડેટ પાછી ટાળવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.