Western Times News

Gujarati News

જીએસટીના ૯૭ હજાર કરોડના પ્રસ્તાવનો ૨૧ રાજ્યોનો સ્વિકાર

વિપક્ષી રાજ્યો સરકારના પ્રસ્તાવનો વિરોધ કરે છે, પરંતુ કાઉન્સિલની બહુમતીથી પ્રસ્તાવને સ્વીકારે એવી શક્યતા
નવી દિલ્હી, જીએસટીના વળતર અંગે ૨૧ રાજ્યોએ કેન્દ્ર સરકારે આપેલો પહેલો વિકલ્પ એટલે કે ૯૭,૦૦૦ કરોડ રૂપિયાના ઉધાર લેવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. વિપક્ષના રાજ્યોએ હજુ સુધી કેન્દ્રના કોઇ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો નથી. જીએસટી કાઉન્સિલએ આ મહિનામાં થયેલી ૪૧મી બેઠકમા વળતરને લઇને રાજ્યોએ કેન્દ્રને બે વિકલ્પ આપ્યા છે. રાજ્યોને કહેવામાં આવ્યું હતું કે એક અઠવાડિયાની અંદર પોતાનો વિચાર રજુ કરે, પરંતુ હજુ સુધી રાજ્યોએ કોઇ વળતો ઉત્તર આપ્યો નથી. પહેલા વિકલ્પ હેઠળ રાજ્યોએ કહ્યુ હતુ કે, ફકત જીએસટીના કારણે તેઓને અત્યાર સુધી ૯૭,૦૦૦ કરોડ રૂપિયાનુ નુકશાન થઇ રહ્યુ છે. તેથી તેઓ આ રકમ નાણાકીય મંત્રાલયના માર્ગદર્શન હેઠળ દેવા તરીકે લઇ લે. આમ જ રાજ્યોને આ જ રીતે દર બે મહિને પૈસા મળશે, જેમકે અત્યાર સુધીમા વળતર આપવામાં આવતું હતું.

બીજા વિકલ્પમા કહેવામા આવ્યુ કે, રાજ્ય સંપૂર્ણ રીતે જીએસટી રાજસ્વ નુકશાનને (જેમા કોરોનાથી થયેલુ નુકશાનનો પણ સમાવેશ થાય) ઉધાર લઇ લે જે લગભગ ૨.૩૫ કરોડ રૂપિયાનુ છે. એના માટે પણ રિઝર્વ બેંકની મદદથી ખાસ સુવિધાની વ્યવસ્થા કરવામા આવશે.

આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, બિહાર, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મૂ-કાશ્મીર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પુડ્ડુચેરી, સિક્કિમ, ત્રિપુરા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ જેવા ૨૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પેહલા વિકલ્પને પસંદ કર્યો છે. મણિપુરએ પહેલા બીજો વિકલ્પ પસંદ કર્યો હતો, પરંતુ પછીથી બદલીને પહેલા વિકલ્પને પસંદ કર્યો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, એક-બે દિવસમા રાજ્યએ પોતાના વિકલ્પ વિશે નાણા મંત્રાલયને જણાવી શકે છે પરંતુ, વિપક્ષ સહિત કેટલાક રાજ્યો આ બાબતેમુંઝવણમા મુકાયા છે. વિપક્ષ શાસિત રાજ્ય પહેલા દિવસથી સરકારના આ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યુ છે. પરંતુ હવે જીએસટી કાઉન્સિલનુ બહુમત કેન્દ્રના આ પ્રસ્તાવને સ્વીકારશે તેવુ લાગી રહ્યુ છે. એવામા તેના માટે આ પગલુ ઘણુ મુશ્કેલીભર્યુ બની શકે છે. ઝારખંડ, કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા અને પશ્વિમ બંગાળએ હજુ સુધીમા જીએસટી કાઉન્સિલના પ્રસ્તાવનો કોઇ જવાબ આપ્યો નથી. નિયમ મુજબ, જીએસટીથી રાજ્યોના રાજસ્વનું નુકશાન કેન્દ્ર સરકાર ચૂકવે છે. નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ને ધ્યાનમાં રાખતા નક્કી કરવામાં આવ્યુ કે રાજ્યોએ આ પ્રોટેક્ટેડ રેવેન્યૂમા દર વર્ષ ૧૪ ટકાનો વધારાની ગણતરી કરવામાં આવશે. જીએસટીને વર્ષ ૨૦૧૭મા લાગુ કરવામાં આવી હતી. જીએસટી કાનુન હેઠળ રાજયોને આ વાતની સંપૂર્ણ ખાતરી આપવામા આવી હતી કે પહેલા પાંચ વર્ષ સુધી તેને થનાર કોઇપણ નુકશાનની ચુકવણી કરાશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.