Western Times News

Gujarati News

હું અંગત રીતે માનુ છું કે નવરાત્રિનું આયોજનો ન કરવા જાેઇએ : પાટીલ

અમદાવાદ: રાજયમાં આ વર્ષે નવરાત્રિના આયોજન પર સરકાર અસંમજસમાં છે આજથી લાગુ થયેલી ગાઇડલાઇન મુજબ જાહેર કાર્યક્રમોમાં ૧૦૦ વ્યક્તિઓ ભાગ લઇ શકશે જાે કે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે આજે એક વચ્ર્યુલ પત્રકાર પરિષદમાં તેમણે નવરાત્રિ યોજવી જાેઇએ કે નહીં તે અંગે જણાવ્યું હતું કે અગાઉ આ મામલે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યું હતું કે સરકાર અભિપ્રાય લઇ રહી છે અને ખૈલૈયાઓ તેમજ ગાઇડલાઇનને સાથે રાખીને કેવી રીતે આયોજન કરી શકાય અથવા તો આયોજન કરવું કે નહીં

તે અંગે વધારે મોકળુ મન રાખી નિર્ણય કરવામાં આવશે જાે કે સી આર પાટીલે કહ્યું કે કોરોનાના આ કપરા કાળમાં હું અંગત રીતે માનુ છું કે નવરાત્રિના આયોજનો ન કરવા જાેઇએ જાે કે સરકારે આ મુદ્દે હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી જાે કે પોતાની રેલીઓના કારણે વિવાદમાં આવેલા પાટીલે સ્પષ્ટ કર્યું કે નવરાત્રિના આયોજનો કરવા ન જાેઇએ
આ અગાઉ મોટા ગરબા સંચાલકોએ પણ સ્પષ્ટતાપૂર્વક આ વર્ષે ગરબા ન યોજાવાની જાહેરાત કરી હતી.

રાજયના તમામ મહાનગરોમાં એક પણ મોટા ગરબા નથી યોજાવાના ત્યારે ભાજપના પ્રમુખે આડકતરી રીતે રાજયમાં ગરબા ન યોજાય અથવા તો ન યોજવા જાેઇએ તેવો સંકેત આપી દીધો છે. હવે જાેવાનું એ છે કે સરકાર શું નક્કી કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.