Western Times News

Gujarati News

એચસીસીએ ફરક્કા રાયગંજ હાઇવેનું વેચાણ રૂ. 1,508 કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્ય પર ક્યુબ હાઇવેને કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી

મુંબઈ, એચસીસી ગ્રૂપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની એચસીસી કન્સેશન્સ લિમિટેડએ ફરક્કા-રાયગંજ હાઇવેઝ લિમિટેડ (“એફઆરએચએલ”)નું 100 ટકા વેચાણ ક્યુબ હાઇવેઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર II પ્રાઇવેજ લિમિટેડ (“ક્યુબ હાઇવેઝ”)ને કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. પશ્ચિમ બંગાળમાં મુખ્ય હાઇવેઝનો ભાગ એફઆરએચએલ ભારતમાં સૌથી મોટા સરકારી ખાનગી ભાગીદારી (પીપીપી)માં સામેલ છે, જેનું એન્ટરપ્રાઇઝ મૂલ્યાંકન રૂ. 1,508 કરોડ છે, જેમાં રૂ. 905 કરોડની ડેટ અને રૂ. 603 કરોડનું ઇક્વિટી મૂલ્યાંકન સામેલ છે. ક્યુબ હાઇવેઝ એક પ્લેટફોર્મ છે, જે I સ્ક્વેયર્ડ કેપિટલ, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને આઇએફએસી દ્વારા નિયંત્રિત છે.

એચસીસી ગ્રૂપને કુલ રૂ. 603 કરોડની ચુકવણીની અપેક્ષા છે, જેમાં સામેલ છે (1) રૂ. 270 કરોડની રોકડ ચુકવણી, જેમાં ઇક્વિટી કન્સિડરેશન અને કોન્ટ્રાક્ટર ચુકવણી સામેલ છે; (2) એનએચએઆઈ સાથે વિવાદની પતાવટ પૂર્ણ થતા ઓથોરિટીએ જાળવી રાખેલા રૂ. 233 કરોડ મળશે; (3) વર્ષ 2023માં ટ્રાફિકના અનુમાન પર રૂ. 100 કરોડ સુધીની ચુકવણી (એફઆરએચએલમાં ટ્રાફિક કોવિડ પૂર્વેના સ્તર પર પરત ફર્યો છે).

ઉપરાંત ક્યુબ સાથે સમજૂતીના ભાગરૂપે એચસીસી ગ્રૂપને સંપૂર્ણ કન્સેશન ગાળામાં એફઆરએચએલ પાસેથી આવકમાં હિસ્સો મેળવવાનો અધિકાર રહેશે, જે મટિરિયલ હોઈ શકે છે અને એની વિગત એનએચઆઇએ સાથે હાલ ચાલુ સમાધાન થતા નક્કી કરવામાં આવશે. રૂ. 1,508 કરોડનાં એન્ટરપ્રાઇઝ મૂલ્યને પ્રોજેક્ટના માળખાગત વિભાગમાંથી બાકાત પણ રાખવામાં આવ્યું છે, જેને એનએચએઆઈએ દૂર કર્યો હતો અને એ માટે ક્યુબે ચુકવણીની ઓફર કરી છે. આગામી મહિનાઓમાં એનએચએઆઈ સાથે એના ટોલિંગ અધિકારની પુષ્ટિમાં સફળતાપૂર્વક સમાધાન થતા એચસીસી ગ્રૂપને વધારાની રૂ. 200 કરોડની રકમ મળશે.

આ પ્રસંગે એચસીસીના ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અર્જુન ધવને કહ્યું હતું કે, “અમને કોવિડ-19થી ઊભા થયેલા અવરોધો વચ્ચે પણ આ સાઇઝ અને જટિલતા ધરાવતા નાણાકીય વ્યવહાર પૂર્ણ થવાની ખુશી છે. અમે આ પ્રોજેક્ટના વિકાસમાં દરેક પ્રકારના પડકારનો સામનો કર્યો છે, જેમાં ફરક્કા, કાલિયાચૌક, માલ્દા અને ગજોલ જેવા મુખ્ય શહેરોમાં પ્રોજેક્ટના અમલ દરમિયાન જમીન સંપાદનમાં લાંબા વિલંબથી લઈને અનેક હિતધારકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા સુધીના પડકારો સામેલ છે. એનએચએઆઈ અને અમારા ધિરાણકારોના સાથસહકાર વિના આ પ્રોજેક્ટ શક્ય નહોતો એટલે એફઆરએચએલ અમારા કન્સેશન્સ પોર્ટફોલિયોમાં અતિ કિંમતી એસેટ બન્યો હતો. ક્યુબને આ વેચાણ નોંધપાત્ર રકમ અનલોક કરશે, જેને અમારા ઇપીસી વ્યવસાયમાં ફરી રોકાણ કરી શકાશે.”

એચસીસી કન્સેશન્સ અને એફઆરએચએલ અંદાજે રૂ. 3,000 કરોડના તમામ દાવા અને વિવાદોનું સમાધાન કરવા એનએચએઆઈ સાથે ચર્ચા કરી રહી છે, જે નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સંપન્ન થવાની અપેક્ષા છે. એફઆરએચએલ આ તમામ દાવાઓ (મુખ્ય જમીન સંપાદનના વિલંબ માટે) સામે એનએચએઆઈ પાસેથી પ્રાપ્ત થનારી આવકને એચસીસી ગ્રૂપને પાસ કરશે. સમાધાન પ્રક્રિયા પૂર્ણ થવાની સાથે એનએચએઆઈ પાસેથી અમારા ગ્રૂપને મૂડી મળવાની સાથે ક્યુબે જાળવી રાખેલી રકમ પણ પ્રાપ્ત થશે.

એફઆરએચએલના ધિરાણકારોનું કન્સોર્ટિયમનું નેતૃત્વ યસ બેંક કરે છે અને એમાં ઇન્ડિયન બેંક, આર્સિલ, આઇઆઇએફસીએલ, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સામેલ છે. આ નાણાકીય વ્યવહાર માટે કાયદેસર અને નાણાકીય સલાહકારો અનુક્રમે સાયરિલ અમરચંદ મંગળદાસ અને એડલવાઇસ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.