Western Times News

Gujarati News

ભાડે રીક્ષા ચલાવતા રીક્ષાચાલકોની હાલત કફોડી


(પ્રતિનિધિ) અમદાવાદ અમદાવાદમાં લગભગ સવા લાખ જેેટલી ઓટોરીક્ષાઓ માર્ગ ઉપર દોડે છે. તેમાંથી શટલરીક્ષાઓ પણ દોડતી હતી. પરંતુ કોરોનાકાળમાં લોકડાઉનની સ્થિતિ સર્જાતા રીક્ષાચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અનલોક-૪ માં પણ ઓટોરીક્ષા ચાલકોની સ્થિતિમાં મોટો ફેરફાર થયો નથી. જાે કે આમાં સૌથી વધારે અસર ભાડેથી રીક્ષા ચલાવતા ચાલકોની થઈ છે. દિવસના ર૦૦થી ૩૦૦ રૂપિયા ભાડાના આપીને તેના પર નભતા અનેક રીક્ષાચાલકોને આવકના સાંસાં પડી રહ્યા છે.

ભાડાની રકમ નીક્ળ્યા પછી ગેસના પૈસા કાઢ્યા પછી જે રકમ બચે એ ઘરે લઈ જવામાં આવતી હોય છે. પરંતુ કોરોના કાળમાં જાેઈએ એટલા પ્રમાણમાં પેસેન્જરો મળતા નથી. તેથી ભાડાની રકમ પણ નીકળતી નથી. એવા અનેક રીક્ષાચાલકો છે કે જેઓ ભાડાની રીક્ષા ચલાવે છે. તેઓને આવક નહીં થવાથી ઓટોરીક્ષા ચલાવવાની બંધ કરી દેવી પડી છે.

બીજી તરફ રીક્ષા બંધ કરીને કેટલાંક રીક્ષાચાલકા પોતાને ગામ જતા રહીને પરંપરાગત વ્યવસાયમાં જાેડાઈ ગયા છે. તો કટલાંક લોકોએ તો પોતાના કામધંધા બંધ કરી દીધા છે. ઓટોરીક્ષાચાલકોની હાલત કફોડી થઈ ગઈ છે. સ્કુલ રીક્ષાચાલકોને પણ શાળાઓ બંધ હોવાથી આવકના સ્ત્રોત બંધ થઈ ગયા છે. પરિણામે ઓટોરીક્ષા યુનિયનો તરફથી રીક્ષાચાલકો માટે પેકેજ જાહેર કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી રહી છે. એવા રીક્ષાચાલકો મોટી સંખ્યામાં છે કે જેેઓ ભાડે રહે છે. આજેે તેમની પાસે ભાડા ભરવાના પણ પૈસા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.