Western Times News

Gujarati News

તુર્કીના રાષ્ટ્રપતિએ કાશ્મીરનો રાગ આલાપ્યો,ભારતે ઝાંટકણી કાઢી

નવીદિલ્હી, સંયુકત રાષ્ટ્ર મહાસભાના મંચ પર તુર્કીએ એકવાર ફરીથી કાશ્મીરના મુદ્દો ઉઠાવ્યો છે કાશ્મીર મુદ્દા પર એકવાર ફરી પાકિસ્તાનના દોસ્ત તુર્કીએ ઝેર ઓંકયુ અને કહ્યું કે કાશ્મીર હજુ પણ જવલંત મુદ્દો છે જાે કે તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોઆનની ટીપ્પણી બાદ ભારત સરકારે ભારે નારાગી વ્યકત કરી. ભારતે સંયુકત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય ચર્ચામાં જમ્મુ કાશ્મીર પર કરવામાં આવેલ તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોઆનની ટીપ્પણીઓને પુરી રીતે અસ્વીકાર બતાવતા કહ્યું કે અંકારાને બીજા દેશોની સંપ્રભુતાનું સમ્મ્ન કરવું જાેઇએ અને પોતાની ખુદની નીતિઓ પર ઘેરાઇથી વિચાર કરવો જાેઇએ અમે આંતરિક મામલામાં દખલ સહન કરીશું નહીં.

સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી એસ તિરૂમૂર્તિએ ટ્‌વીટ કર્યું અમે ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર પર તુર્કીના રાષ્ટ્રપતિની ટીપ્પણી સાંભળી,તે ભારતનો આંતરિક મામલામાં વ્યાપાક હસ્ક્ષેપ કરનાર છે અને આ પુરી રીતે અસ્વીકાર્ય છે તુર્કીને અન્ય દેશોની સંપ્રભુતાનું સમ્માન કરવું જાેઇએ અને પોતાની ખુદની નીતિઓ પર ઉડાઇથી વિચાર કરવો જાેઇએ.

સંયુકત રાષ્ટ્ર મહાસભાના ૭૫માં સત્રમાં સામાન્ય ચર્ચામાં પોતાના રેકોર્ડેડ સંદેશમાં એર્દોઆમે જમ્મુ કાશ્મીરનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે કાશ્મીરનો મુદ્દો જે દક્ષિણ એશિયાની સ્થિરતા અને શાંતિ માટે પણ મહત્વપૂર્ણ છે તે હજુ પણ એક જવલંત મુદ્દો છે. જમ્મુ કાશ્મીરથી વિશેષ રૂપથી કાશ્મીરથી વિશેષ રાજયનો દરજજો પાછો લેવા માટે ઉઠાવવામાં આવેલા પગલાએ આ સમસ્યાને વધુ વધારી દીધી છે તેમણે કહ્યું કે તુર્કી સંયુકત રાષ્ટ્ર પ્રસ્તાવનોના મુદ્દા હેઠળ વધુ વિશેષ રૂપથી કાશ્મીરના લોકોની અપેક્ષાઓ અનુરૂપ વાતચીત દ્વારા આ મામલાને હલ કરવાના પક્ષમાં છે.

પાકિસ્તાનના નજીકના સાથી તુર્કીના રાષ્ટ્રપતિએ ગત મહાસભા કક્ષમાં ઉચ્ચ સ્તરીય ચર્ચામાં પણ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ભારત કાશ્મીર મામલા પર ત્રીજા પક્ષના હસ્તક્ષેપને સતત રદ કરે છે અને તેનું કહેવુ છે કે ભારત પાકિસ્તાન સંબંધોથી જાેડતા તમામ લંબિત મામલા દ્વિપક્ષીય રીતે ઉકેલવા ઇચ્છે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.