Western Times News

Gujarati News

ચીન અને પાકિસ્તાન કોરોના કરતા પણ વધુ ભયાનક વાયરસ બનાવવાના પ્રયાસમાં

નવીદિલ્હી, કોરોના વાયરસે આખી દુનિયાને મોટો ઝટકો આપ્યો છે.લાખો લોકોના મોત થયા છે ઉદ્યોગ ધંધા ઠપ્પ થઇ ગયા છે અને બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે અર્થવ્યવસ્થાની ગાડી પાટા પરથી ઉતરી ગઇ છે હજુ પણ હજારો લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે આ બાજુ ચીન અને પાકિસ્તાન એક નવા જ પ્રકારનો વાયરસ બનાવવાની કોશિશમાં છે.
નવા વાયરસ પ્રોજેકટમાં ચીનની એ જ વુહાન ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીનું નામ આવી રહ્યું છે જયાંથી કોરોના વાયરસ ફેલાયો હતો પરંતુ આ વખતે આ બદનામ લેબોરેટરીના વૈજ્ઞાનિકોએ પાકિસ્તાનની જમીનને ષડયંત્રનો અડ્ડો બનાવ્યો છે.આ ષડયંત્રનો ખુલાસો ઓસ્ટ્રેલિયાની એક વેબસાઇટએ કર્યો છે જેના ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર અને એડિટર એન્થોની કલોનના રિપોર્ટ ચીનના વુહાન ઇન્સિટયુટ ઓફ વાયરોલોજી અને પાકિસ્તાની સેનાની ડીઇએસટીઓ વચ્ચે ગુપ્ત રીતે ત્રણ વર્ષનો કરાર થયો છે.

આ કરાર જુન કે જુલાઇ ૨૦૨૦માં થયો પાકિસ્તાની સરકારે ત્યાંની સેના અને વુહાન લેબ વચ્ચે કરારની ખરાઇ કરી છે અને સ્વીકાર્યું છે કે આ કાર્ય પાકિસ્તાની ધરતી પર થઇ રહ્યું છે.  એવા અહેવાલો છે કે કોરોના ફેલાવવા માટે બદનામ વુહાન ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીન વૈજ્ઞૈાનિકોની એક ટીમ પાકિસ્તાની વૈજ્ઞાનિકોને જાેખમી વિષાણુના ઉપયોગ અને નિયંત્રણની ટ્રેનિંગ આપી રહ્યાં છે ભારત માટે આ ખતરનાક સ્થિતિ છે કારણ કે પાકિસ્તાન માટે ભારત ધોષિત રીતે શત્રુ નંબર એક છે તેના કોઇ પણ હથિયાર કાર્યક્રમનો હેતુ ભારત વિરૂધ્ધ જ થાય છે.

અહેવાલો અનુસાર વાયરસ ટેકનોલોડી પર પાકિસ્તાન અને ચીનનું આ વિધ્વંસક રિસર્ચ વર્ષ ૨૦૧૫થી ચાલી રહ્યું છે જે હેઠળ વેસ્ટ નીલ વાયરસ મર્સ કોરોના વાયરસ ક્રિમિયા કોંગો હેમોરેડિત ફીવર વાયરસ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ વાયરસ અને ચિકનગુનિયા જેવા ખતરનાક રોગોના વાયરસ પર રિસર્ચ થઇ રહ્યું છે માનવ જીવન માટે ખુબ જ ઘાતક આ પ્રયોગ માટે પાકિસ્તાનના માસુમ નાગરિકો પર પ્રયોગ થઇ રહ્યો છે જેમને તે અંગે કોઇ માહિતી નથી વાયરસ પર શોધ માટે હજારો પાકિસ્તાની પુરૂષો મહિલાઓ અને બાળકોના લોહીના નમુના ભેગા કરવામાં આવ્યા છે જેમાં મુખ્ય રીતે પાકિસ્તાનના જ તે અભણ ગ્રામીણો સામેલ છે જે શહેરોથી દુર આંતરિયાળ વિસ્તારમાં પશુઓ સાથે રહે છે.

ચીન પાકિસ્તાનના આ ગંભીર ષડયંત્રનો ખુલાસો પેપરથી થયો જેમાં ચીની અને પાકિસ્તાની વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા પાંચ અભ્યાસોના પરિણામો છપાયા હતાં આ રિસર્ચ ડિસેમ્બર ૨૦૧૭થી માર્ચ ૨૦૨૦માં થયો પાકિસ્તાનમાં ચીનના ભીરે હિત છુપાયેલા છે કારણ કેપાકિસ્તાનના રસ્તે જ ચીનનો મહત્વકાંક્ષી સીપેક રોડ પસાર થાય છે. વાયરસ પ્રોજેકટ માટે પણ પૈસા આ રોડ ફંડથી જ ભેગા કરાયા છે.

દુનિયા જાણે છે કે વુહાનની લેબોરેટરીમાં બનેલા કોરોના વાયરસ માત્ર એક ભુલના કારણ ેત્યાંના સ્થાનિક મીટ માર્કેટ સુધી પહોંચી ગયો ત્યારબાદ તેણે શહેરની અડધાની વધુ વસ્તીને ખતમ કરી નાખી આવામાં પાકિસ્તાન જેવા અવિકિસત દેશમાં જયાં જૈવિક રીતે સંવેદનશીલ સામગ્રીને સારી રીતે મેનેજ કરવા માટે પુરતુ ઇન્ફ્રાસ્ટ્રકચર નથી ત્યાં કોઇ પણ પ્રકારની દુર્ઘટચના ઘટી તો પાકિસ્તાની નાગરિકો પોતાને કેવી રીતે બચાવી શકશે દુનિયામાં જયારે વાયરસ માટે કોરોના વાયરસ ફેલાયો હતો ત્યારે એ સામે આવ્યું હતું કે કોરોના વાયરસ તૈયાર કરવા માટે ચીનના વાયરોલોજી વૈજ્ઞાનિકોએ ભારતીય રાજય નાગાલેન્ડની જમીનનો ઉપયોગ કર્યો હતો જેના માટે ભારત અને અમેરિકા બંનેના વૈજ્ઞાનિકોને અંધારામાં રાખવામાં આવ્યા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.