Western Times News

Gujarati News

રાફેલ ડીલ પર ફરી ઘમાસાણના ભણકારાઃ ટેકનોલોજી ટ્રાન્સફર પર CAGએ ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી, રાફેલ વિમાનોની ડીલને લઈને ફરી એક વખત રાજકીય સંગ્રામ છેડાય તેવા ભણકારા વાગી રહ્યા છે. CAG (કોમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના તાજેતરમાં સંસદમાં રજૂ થયેલા રિપોર્ટમાં આ ડિલ માટેની કેટલીક શરતો પૂરી કરવામાં નહીં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. કેગના રિપોર્ટમાં કહેવાયુ છે કે, 60000 કરોડના ખર્ચે ખરીદવામાં આવેલા વિમાનોના સોદામાં મુખ્ય વાત ટેકનોલોજી ટ્રાન્સફરની હતી પરંતુ વિમાન બનાવનાર કંપની ડસોલ્ટ એવિએશન અને MBDAમાંથી કોઈએ પણ આ શરતને પૂરી કરી નથી. બીજી તરફ ભારતની સંસ્થા ડીઆરડીઓને લડાકુ વિમાનોના એન્જિન બનાવવા માટે આ ટેકનોલોજીની જરૂર છે.

વિદેશી કંપનીઓએ ઓફસેટની વાત કરી હતી, ડસોલ્ટે ભારત સાથે 30 ટકા ટેકનોલોજી શેર કરવાનુ વચન આપ્યુ હતુ પણ હજી સુધી તેનુ પાલન થયુ નથી. આ ડિલમાં એવી કોઈ જોગવાઈ નથી. જે પ્રમાણે શતનુ પાલન નહીં કરનાર વિદેશી કંપનીને દંડ કરી શકાય અને હવે તો જે ટેકનોલોજી શેર કરવાની હતી તે પણ જુની થઈ ગઈ છે. ઓફસેટનો અમલ કરવાની સમય મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે.

2005 થી 2018 સુધી વિદેશી કંપનીઓ સાથે 66000 કરોડ રુપિયાના 46 ઓફસેટ કોન્ટ્રાક્ટ સાઈન થયા હતા પણ 2018 સુધીમાં માત્ર 11000 કરોડના ઓફસેટ જ ડિસ્ચાર્જ થયા છે. ઓફસેટના કેટલાક કેસમાં તો વેન્ડર દ્વારા બતાવાયેલી ઈનવોઈસ ડેટ અને ખરીદીની તારીખ પણ અલગ છે.કેટલાક કેસમાં વેન્ડરે શિપિંગ બિલ, લેન્ડિંગ બિલ, ટ્રાન્ઝેક્શનના પૂરાવા આપ્યા જ નથી. 90 ટકા મામલામાં કંપનીઓએ ઓફસેટના બદલામાં માત્ર સામાન ખરીદયો છે.કોઈ પણ કેસમાં ટેકનોલોજી ટ્રાન્સફર કરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.