Western Times News

Gujarati News

શોપિંગ મોલને ૨ મહિનામાં ૯૦ હજાર કરોડ રૂપિયાનું નુકસાન

પ્રતિકાત્મક

નવીદિલ્હી, શોપિંગ સેન્ટર એસોસિએશન ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, છેલ્લા બે મહિનામાં લૉકડાઉનને કારણે સેક્ટરને ૯૦ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેવામાં આ સેક્ટરને રેપોરેટ ઘટાડો અને આરબીઆઈ દ્વારા વિસ્તારિત રૂણ મોફૂકીથી વધુની જરૂર છે. ઉદ્યોગ મંડળે એક નિવેદનમાં કહ્યું કે, ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા કરવામાં આવેલા રાહત ઉપાય ઉદ્યોગોની લિક્વિડિટીની જરૂરીયાતને પૂરી કરવા માટે પૂરતા નથી.

એસસીએઆઈ અનુસાર, એક સામાન્ય ખોટો ખ્યાલ છે કે શોપિંગ સેન્ટરનો ઉદ્યોગ માત્ર મોટા ડેવલોપર્સ, ખાનગી ઇક્વિટી ખેલાડીઓ અને વિદેશી રોકાણકારોના રોકાણની સાથે મહાનગરો અને મોટા શહેરોની આસપાસ જ કેન્દ્રીત છે. ૫૫૦થી વધુ સિંગલ સ્ટેન્ડઅલોન ડેવલપપર્સની માલિકી વાળા છે, જે દેશભરમાં ૬૫૦ સંગઠિત શોપિંગ સેન્ટરોની બહાર છે અને નાના શહેરોમાં આવા ૧ હજારથી વધુ નાના કેન્દ્ર છે.

એસસીઆઈના અધ્યક્ષ અમિતાભ તનેજાએ કહ્યુ, સંગઠિત રિટેલ ઉદ્યોગ સંકટમાં છે અને લૉકડાઉન બાદથી કોઈ આવક થઈ નથી. તેવામાં તેનું અસ્તિત્વ દાવ પર લાગેલું છે, જ્યારે લોન મોફૂકી સ્થગતનનો વિસ્તાર કેટલિક રાહતની વાત કરે છે, પરંતુ તેનાથી ખાસ મદદ મળશે નહીં. તેમણે કહ્યુ, આ ક્ષેત્રને ફરી જીવતો કરવા માટે સરકારની લાંબા ગાળાની લાભકારી યોજનાની ખુબ જરૂરીયાત છે. તનેજાએ કહ્યુ, સૌથી સુરક્ષિત, જવાબદાર અને નિયંત્રિત વાતાવરણ હોવા છતાં મોલોને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી, જેથી ઘણા લોકોની નોકરી જશે અને ઘણા મોલ ડેવલોપર્સની દુકાનો બંધ થઈ શકે છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

કેન્દ્ર અને ભારતીય રિઝર્વ બેન્કને આપેલી અરજીમાં એસોસિએશને તે પણ જણાવ્યું છે કે આરબીઆઈથી નાણાકીય પેકેજ અને પ્રોત્સાહનના અભાવમાં ૫૦૦થી વધુ શોપિંગ સેન્ટરો દેવાળું ફુંકી શકે છે, જેથી બેન્કિંગ સેક્ટરને ૨૫ હજાર કરોડ રૂપિયાનું એનપીએ થઈ શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.