Western Times News

Gujarati News

શહેરમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે વેન્ટિલેટર બેડની અછત

પ્રતિકાત્મક

૬૪ હોસ્પિટલોમાં ૨૦ વેન્ટિલેટર આઈ.સી.યુ. બેડ ઉપલબ્ધ

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં કોરોનાના પોઝીટીવ અને એક્ટીવ કેસની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે.ઓગસ્ટ મહિનામાં એક્ટિવ કેસની સંખ્યા ૨૭૦૦ જેટલી થઈ ગઈ હતી.જે સપ્ટેમ્બર મહિનામાં ૩૮૦૦ થઈ છે.એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થતાં વેન્ટિલેટર આઈ.સી.યુ. બેડ ની અછત ઉભી થઈ રહી છે.તેમજ ૬૪ ખાનગી હોસ્પિટલોમાં માત્ર ૨૦ વેન્ટિલેટર જ ઉપલબ્ધ રહ્યું છે.

અમદાવાદ શહેરમાં જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમ્યાન વાયરસના વ્યાપ પર સામાન્ય નિયંત્રણ આવ્યું હતું. જ્યારે સપ્ટેમ્બર મહિનાથી કોરોના કહેર વધી રહ્યો છે. ચિંતાજનક બાબત એ છે કે કેસ વધવાની સાથે સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો જાેવા મળ્યો છે. જે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ડીસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. શહેરમાં કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો થવાની સાથે પોઝીટીવ કેસ વધી રહ્યા છે.સાથે સાથે પાડોશી રાજ્યોના ૨૫૦ જેટલા દર્દીઓ પણ અમદાવાદમાં સારવાર લઈ રહયા છે. જેના કારણે ઓક્સિજન, વેન્ટિલેટર અને બેડની ઘટ પડી રહી હોવાનું નિષણતો માની રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા ૬૪ ખાનગી હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવ્યા છે. આ હોસ્પિટલો માં આઇસોલેટેડ બેડની સંખ્યા ૬૩, એચ.ડી.યુ. બેડ ની સંખ્યા ૫૧૧, વેન્ટિલેટર વિના આઈ.સી.યુ. બેડ ની સંખ્યા ૨૩૩ તેમજ વેન્ટિલેટર સાથે આઈ.સી.યુ. બેડ ની સંખ્યા ૧૨૬ મળી કુલ ૧૮૩૦ બેડ ઉપલબ્ધ છે. જેની સામે, ૨૬ સપ્ટેમ્બર સવાર ના રિપોર્ટ મુજબ ૧૫૦૭ બેડ ભરાયેલા હતા તેમજ ૩૨૩ બેડ ખાલી હતા. જેમાં વેન્ટિલેટર આઈ.સી.યુ. ના માત્ર ૨૦ બેડ જ ઉપલબ્ધ હતા.

શહેરમાં ૨૪ સપ્ટેમ્બર સુધી કોરોનાના ૩૬૪૬ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૨૮૪૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ, ૨૫ દિવસ માં નવા કેસ સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા ઓછી છે. ૩૧ ઓગસ્ટ સુધી પોઝીટીવ કેસની સંખ્યા ૨૯૮૫૫ હતી જે વધીને ૩૩૩૫૬ થઈ છે. જયારે ૩૧ ઓગસ્ટે એક્ટીવ કેસની સંખ્યા ૨૯૮૮ હતી. જેમાં સતત વધારો થઈ રહ્યો છે. તથા ૨૫ સપ્ટેમ્બરે એક્ટીવ કેસની સંખ્યા વધીને ૩૭૯૪ થઈ છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ દસ દિવસમાં કોરોનાના ૧૪૯૩ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેની સામે ડીસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા માત્ર ૭૨૨ હતી. દૈનિક સરેરાશ ૧૪૯.૩૦ કેસની સામે ૭૨.૨૦ દર્દી સાજા થયા હતા. આમ, પ્રથમ દસ દિવસમાં રીકવરી રેટ માત્ર ૫૦ ટકા આસપાસ રહ્યો હતો.

નોંધનીય બાબત એ છે કે મહિનાના પ્રથમ સપ્તાહમાં દૈનિક સરેરાશ ૬૩ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ૧૫ સપ્ટેમ્બર બાદ ડીસ્ચાર્જ પેશન્ટની સંખ્યામાં વધારો થયો છે. ૨૪ સપ્ટેમ્બરે ડીસ્ચાર્જ રેશિયો વધીને ૭૮ ટકા થયો છે.અમદાવાદ શહેરમાં કુલ ૩૩૩૫૬ કેસ નોંધાયા છે. જે પૈકી ૨૯૭૧૦ દર્દીઓ સાજા થયા છે. શહેરનો રિકવરી રેશિયો ૮૯ ટકા થયો છે. જે સરાહનીય છે. અમદાવાદ શહેરમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓ પૈકી ૩૭ ટકા હોમ આઇસોલેટ હતા જયારે ૨૭ ટકા દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ડિસ્ચાર્જ કરવામાં આવેલા ૨૭૯૧૦ દર્દીઓ પૈકી ૧૦૩૮૩ હોમ આઇસોલેટેડ અને ૭૫૮૪ ખાનગી હોસ્પિટલના છે. જયારે એસ.વી.પી.માંથી ૩૧૩૩, અસારવા સિવિલમાં ૩૨૫૬ અને ગોતા સીવીલમાંથી ૭૮૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.શહેરના મધ્યઝોનમાં ૩૬૭, પશ્ચિમઝોનમાં ૬૮૧, ઉત્તર પશ્ચિમ માં ૬૬૩, દક્ષિણ પશ્ચિમ માં ૬૦૬, ઉતરઝોનમાં ૩૬૫, પૂર્વમાં ૫૪૯ તેમજ દક્ષિણ ઝોનમાં ૫૬૩ એક્ટિવ કેસ છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.