Western Times News

Gujarati News

પૂર્વ મંત્રી વિઠ્ઠલભાઈ રાદડિયાનું નિધનઃ મંગળવારે અંતિમયાત્રા

File photo

અમદાવાદ : પૂર્વ મંત્રી અને કદાવર નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું ૬૧ વર્ષની વયે નિધન થયું છે તેઓ ઘણા સમયથી બીમાર હતા જાણીતા ખેડૂત નેતા, સરકારી આગેવાન અને ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈનું આજે સવારે લાંબી બીમારી બાદ નિધન થયું છે તેમના અંતિમ દર્શન ૩૦ જુલાઈના રોજ સવારે ૭ થી બપોરે ૧ર વાગ્યા સુધી કન્યા છાત્રાલય જામકંડોરણા ખાતે રાખવામાં આવશે.

જયારે સ્મશાન યાત્રા ૩૦ જુલાઈના રોજ બપોરે ૧ વાગ્યે તેમના જામકંડોરણા નિવાસ સ્થાનેથી નીકળશે આ અંગે વિઠ્ઠલભાઈના પુત્ર અને કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાએ ટ્‌વીટ કરી સમાચાર આપ્યા છે. વિઠ્ઠલભાઈ રાદડિયાનો જન્મ ૮ નવેમ્બર ૧૯પ૮ ના રોજ થયો હતો તેમણે તાલુકા પંચાયતનું પદ સંભાળી રાજકિય સફરનું શરૂઆત કરી હતી.

ત્યારબાદ ૧૯૯૦થી ર૦૦૯ સુધી તેઓ ધોરાજીના ધારાસભ્ય તરીકે રહયા હતા. ૧૯૯૬ થી ૧૯૯૮ સુધી ખાણ અને ખનીજ સહકાર ખાતાના મંત્રી હતા. ૧૯૯૭ થી ૧૯૯૮ સુધી સિંચાઈ ખાતાના કેબીનેટ મંત્રી તરીકે તેમણે કાર્યભાર સંભાળ્યો હતો જયારે ર૦૦૯ થી ર૦૧૯ સુધી તેઓ પોરબંદરના સાંસદ સભ્ય રહયા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.